________________
ઓળખાવી છે. (૧) દારિક શરીર (૨) વૈકીય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્મણ શરીર.
મનુષ્ય અને તિર્યંચના જન્મ શરીરની રચના તે ઔદારિક શરીર કહેવાય છે. દેવ અને નારકીના જન્મ શરીરની રચના તે વૈકીય શરીર કહેવાય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્ય અને તિર્યંચને પણ વૈકીય શરીર હોઈ શકે છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ તાત્વિક વિષયેના સંશય ટાળવાને પિતાની આહારક નામક લબ્ધિથી તીર્થકર ભગવંત સમક્ષ જવા માટે મુંડા હાથ પ્રમાણની જે શરીર રચના કરે છે, તેને આહારક શરીર કહેવાય છે. આ ત્રણ શરીરે ઉપરાંત તૈજસ અને કાર્મણ એ બે સૂક્ષ્મ શરીરે પણ હોય છે, અને તે બન્ને તે દરેક પ્રાણીમાત્રને જન્મ શરીર ઉપરાંત હોય જ છે. તિજસ શરીરને આધુનિક ભાષામાં જઠરાગ્નિ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. તથા કર્મસ્વરૂપ પરિણામને પામી એકત્ર બની રહેલ પુદ્ગલ સ્કની આત્મ પ્રદેશે સાથે શ્રીરનીરવત્ સંબંધિત દશા તે કાર્મણ શરીર કહેવાય છે. જન્મશરીર તે એક ભવને અંતરે બદલાતાં રહે છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તે સંસારી અવસ્થામાં સદાને માટે સાથે જ રહે છે. આમ હોવા છતાં પણ તેમાંથી જુનાં પુદ્ગલેનું વિસર્જન તથા નવાં પુદ્ગલેનું આગમન તે ચાલુ જ રહે છે.
આ શરીર, શ્વાચ્છવાસ, ભાષા અને મન (વિચાર) તરંગો એ પિદુગલિક છે. તેની રચનાનું ઉપાદાન કારણું ઉપરોક્ત આઠ મહાવર્ગણુઓ જ છે.