________________
પશમ દ્વારા મનુષ્ય રસાયણ વિધિથી યા અન્ય કોઈ પ્રગથી વિવિધ આવિષ્કારે કરી વિવિધ શક્તિધારક પદાર્થો વિશ્વ સમક્ષ રજુ કરે તે પણ તે પદાર્થોનું ઉપાદાન કારણ શોધતાં ધૂથે (સર્વસ) મનુષ્યની દ્રષ્ટિ, દેહધારી જીના શરીરરૂપ પુદ્ગલ અવસ્થાથી આગળની કોઈપણ પુગલ અવસ્થામાં નહિં જઈ શકે.
પરંતુ શરીર સ્વરૂપ પુદ્ગલ અવસ્થા તે કઈ જાતની પુદ્ગલ અવસ્થામાથી ઉદ્ભવી ? એ પ્રશ્નના સમાધાનમાં કેટલાકોએ પાંચભૂતોની કલ્પના કરી. પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા ભૂતનું પણ વિશ્લેષણ થવાથી તે કલ્પના પણ સાચી ઠરી નહિ. સર્વ પ્રથમ ઈ. સ. ૧૬૬૧ માં થઈ ગયેલ બોયલ (Boyle) નામે વૈજ્ઞાનિકે લખેલ “સન્ડેહવાદી રસાયણ” નામે પુસ્તકમાં પાંચભૂતો તે મૂળતત્ત્વ હોવાને સન્દહ પ્રગટ કર્યો. તેણે જાહેર કર્યું કે એ પાંચભૂત તે મૂળતત્ત્વ નથી જ. મૂળતત્વ છે તેથી કોઈ જુદું જ છે. એ ભૂત તે સંમિશ્રણનું જ પરિણામ છે.
અહિ શરીરે અને શરીરનું મૂળતત્વ એ બને છે તે પુદ્ગલ જ. પરંતુ તે બન્નેમાં પુદ્ગલ અવસ્થાની ભિન્નતા છે.
શરીર એ પરમાણુની રચના હેવા છતાં તે શરીરની રચના એક પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલમાંથી થઈ શક્તી નથી. કારણ કે જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર એક પરમાણુ ઉપર જીવને કોઈ પણ પ્રયોગ થઈ શકતો નથી. પરંતુ