________________
હયાતિરહિત કાળમાં સાધુમહાત્માઓ જે ઉપદેશ આપે છે, તે સર્વજ્ઞકથિત જ ઉપદેશ હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જૈનદર્શનને આટલે બધે વ્યવસ્થિત પરમાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની અર્થાત્ વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રથી પણ ઘણા પૂર્વકાળ પહેલાંની સંપૂર્ણ સત્ય દેન છે.
/ દાર્શનિક ક્ષેત્રે તરફ દષ્ટિપાત કરીએ તે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને વૈદિકદર્શન આ ત્રણે દાર્શનિક પરંપરાઓ “ભારતમાં ઇતિહાસકાળ પહેલાંની મનાય છે. તેમાં વિશ્વ
વ્યવસ્થા અંગે વૈદિકદર્શનમાં ઈશ્વરેચ્છાની પ્રધાન માન્યતા હેવાથી તેમાં પુદ્ગલની વિચારણને સ્થાન જ નથી. બૌદ્ધદર્શનમાં જડ (પુદ્ગલ)ની પ્રધાનતાનું મહત્ત્વ હોવા છતાં તે જડ (પુદ્ગલ) અંગે કંઈપણ વિશેષ વિવેચન જોવામાં આવતું નથી. જ્યારે જૈનદર્શન આ જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ (પુદ્ગલ) બન્નેને સમકક્ષ માને છે. જીવ અને પુદ્ગલની ગડમથલથી જ સંસાર ચાલે છે. એટલે જૈનદર્શને, આત્મા અને પુદ્ગલનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. પન્નવણુસૂત્ર, પ્રકાશ, તત્વાર્થસૂત્ર અને ભગવતિસૂત્રાદિમાં આ અંગે વિશદ વસ્તુદર્શન મળે છે.
જો કે વૈશેષિક અને ચગદર્શને પરમાણુવાદને કંઈક અંશે ચર્યો છે. પરંતુ તેમની માન્યતામાં રૂપનાં પરમાણુએને અને રસાદિનાં પરમાણુઓને જુદાં જુદાં મનાય છે. જ્યારે જૈનદર્શનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે