________________
શક્તિ છે, તેના કરતાં પણ ચેતનના એકેએક અણુમાં અનંતાનંતગણુ શક્તિ છે. ચેતનના અણુ એટલા બધા શક્તિધારક છે કે જડના ગમે તેવા અણુને પણ ક્ષણમાત્રમાં શક્તિહીન બનાવી શકે છે. માટે ચેતનની આણુશક્તિને ભૂલી જઈ કેવળ જડની અણુશક્તિના આધારે જ સુખ પ્રાપ્તિના ઈચ્છુક બનવું તે કલ્પવૃક્ષને છેડી ધતુરાને આશ્રય લેવા જેવું છે.
ચેતનશક્તિ પિતાના સંક૯૫ બળથી પણ જડપદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. આ શક્તિને સાચી દિશામાં પ્રયોગ થાય તે જડપદાર્થની સહાય વિના બધાં કાર્યો પાર પાડી શકાય. પરંતુ જડપદાર્થના અણુસમૂહે આચ્છાદિત બની રહેલ ચેતનને આગુ પોતાની શક્તિ પ્રગટ કરવામાં પરાધીન હોઈ જીવને પ્રયત્ન, પ્રથમ તે ચેતનના આણુને આચ્છાદિત બનાવી રહેલ જડના અણુઓને હટાવવાને જ હોવું જોઈએ અને તે માટે ચેતનના અણુવિજ્ઞાનની સાથે જડ અણુવિજ્ઞાનની પણ વિસ્તૃત સમજ પ્રાપ્ત કરવી જોઈએ.
જડઆગુઓ વિવિધ શક્તિધારક હોઈ શકે છે. તેમાં અમુક જડઅણુઓ એવા પણ શક્તિધારક છે કે આત્મઅણુઓમાં પ્રવેશી આત્માની અનંત શક્તિના આચ્છાદક બની રહે છે.
આવા જડઆણુઓ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહ્યા છે? તે સ્વરૂપ તેઓનું કેવી રીતે અને કોણ બનાવે છે? તે સૂક્ષમ છે કે સ્થૂલ છે? આત્માના અણુઓ સાથે ક્યા કારણે અને આત્માના કેવા પ્રયત્ન સંબંધિત બને છે? સંબંધિત