________________
આણુ સાથે સંઘાત (એકમેક સ્વરૂપ) ભાવને ગુણ પામે છે. સંઘાભાવને પ્રાપ્ત આણુસમુહને સ્કંધપુદ્ગલ કહેવાય છે. એવા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંત, અનંતાનંત પ્રદેશી કંધે પણ આ વિશ્વમાં અનંત સંખ્યા પ્રમાણે વર્તે છે.
જગતના પ્રત્યેક દ્રશ્યપદાર્થો તે પરમાણુની જ વિશિષ્ટ રચના છે. પરંતુ તે રચના એક પરમાણુવડે જ નહિં થતાં પિતાના સંઘાતગુણથી સમવાય રૂપને જ પ્રાપ્ત કરી સ્કંધ સંજ્ઞાને ધારણ કરનાર અણસમૂહથી જ થાય છે. અર્થાત્ દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કધપુલ્લે જ છે. અન્ય એકબીજા પરમાણુ સાથે મળી જઈ સમવાયને પ્રાપ્ત અણુઓ એક બીજાથી અલગ પણ પડતા રહે છે. એક સ્કંધમાંથી અમુક અણુઓ છૂટા પડે અને તેની જગ્યાએ અન્ય આણુઓ. આવી સંમિશ્રિતપણાને પણ પામતા રહે એવુંય બને.
એક અણુ યા પરમાણુ સ્વરૂપ પુદ્ગલ ઉપર છવદ્વારા કોઈપણ પ્રવેગ થઈ શકો નહિં હોવાથી દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કંધપુદ્ગલે જ છે. કેવા પ્રકારના અર્થાત્ કેટલી સંખ્યા પ્રમાણુ આણુસમૂહસ્વરૂપ સ્કંધ, આ જગતનું ઉપાદાન કારણ બની શકે છે? તે ઉપાદાન કારણમાંથી વિશ્વના ભૌતિક પદાર્થોની રચના કેવી રીતે અને કોના દ્વારા થાય છે? તેની વાસ્તવિક સમજ તે જૈનદર્શનમાં બતાવેલ પુગલવણાઓનું અને તેમાંની અમુક વર્ગણામાંથી કર્મ– સ્વરૂપે પરિણામ પામેલી નામકર્મની કેટલીક કર્મપ્રકૃતિઓનું