________________
આ પુન્યશાલી મુનિરાજ શ્રી સુશીલવિજયજી (વર્તમાન : આચાર્ય શ્રી સૂશીલસૂરીજી) ના સંસારી પિતાશ્રી પણ વિ . સં. ૧૯૬ માં દીક્ષિત બન્યા. અને આજે પણ ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થામાં તેઓશ્રી નિર્મલ ચારિત્રની સુંદર આરાધના કરી રહ્યા છે. તેઓશ્રીની સંસારી ભગીની પણ વિ. સં. ૧૯૯૬ માં અગીઆર વર્ષની લઘુવયે સંયમી બની આજે પણ સાધ્વીજી શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજીના નામથી સચ્ચારિત્રની સુંદર આરાધનામાં વિકાસ સાધી રહ્યાં છે. વળી આચાર્ય શ્રી સુશીલસૂરીજી મ. સા. જેઓશ્રીના શિષ્ય કે પટ્ટધર છે, તે પુણ્યનામધેય પ. પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજ્ય દક્ષ સૂરીશ્વરજી મ. શ્રી પણ એઓશ્રીના સંસારી વડિલબંધુ છે. તે ખરેખર! આ મહાપુણ્યવાન મહાત્માનું વિશાલ કુટુંબ આજે વીતરાગ શાસનમાં સર્વ વિરતિના સર્વોત્તમ માર્ગે પ્રગતિશીલ બની સ્વસમુદાય અને જિનશાસનને અજવાળી રહ્યું છે. - જિનશાસનના સર્વમાન્ય મહાપ્રભાવક પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી અને શાસનસમ્રાટશ્રીજીના પટ્ટધર સાહિત્ય સમ્રાટ વ્યાકરણ વાચસ્પતિ–શાસ્ત્રવિશારદ. -કવિરત્ન-સાત લાખ શ્લેકાધિક–પ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્ય સર્જક, પરમશાસન પ્રભાવક–બાલબ્રહ્મચારી આચાર્યદેવ. શ્રીમદ્ વિજ્ય લાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબનું શરણું પામીને પૂ. બાલમુનિ શ્રી સુશીલ વિજ્યજી મહારાજની બુદ્ધિ તિક્ષણ બની અને વિદ્વાન તથા પરમસંચમી તરીકે તેઓશ્રીને સહુ કેઈ ઓળખવા લાગ્યા. પ . .