________________
પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ સાધકે જેમને પોતાના પરમ દયેય તરીકે સ્વીકાર્યા છે, ત્રાણ, પ્રાણુ, શરણ, આધાર માન્યા છે, તે પરમાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે. પરમેષ્ઠી-પરમ પદે અવસ્થિત છે, નિરંજન છે, અજન્મા છે, સનાતન-નિત્ય છે, શંભુ અને સ્વયંભૂ છે, જિન–વીતરાગ છે. જેમનામાં વિજ્ઞાન, આનંદ અને બ્રા એકાત્મતાને પ્રાપ્ત થયા છે, જેઓ શુદ્ધ છે, બુદ્ધ છે, સકળ ઉપાધિ અને સર્વ વિકારોથી સર્વથા રહિત છે, જે વ્યક્તિરૂપે મોક્ષમાં બિરાજમાન છે અને શક્તિરૂપે સર્વ જીવ-જગતમાં વ્યાપક છે, જ્યાંથી વાણી પાછી ફરે છે અને
જ્યાં મનની ગતિ થતી નથી, તે પરમાત્માનું અકળ, અગમ્ય સ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવ ગમ્ય છે.
જેઓ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દથી રહિત છે, શુદ્ધ ચેતન્ય સ્વરૂપ છે અને સમસ્ત જગતના જીવોને ત્રસ્ત કરનારા રાગ-દ્વેષ આદિ ૧૮ મહાદ-આંતર શત્રુઓને જેઓએ સર્વથા નિર્મૂળ કરી નાખ્યા છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ અને વીર્ય આદિ અનંત ગુણેથી સંપન્ન છે, આવું પરમાત્માનું સ્વરૂપ છે.
પરમાત્માના સાકાર અને નિરાકાર એમ બે પ્રકાર છે.
(૧) સદેહ અવસ્થામાં પૃથ્વીતલ ઉપર વિચરી ઉપદેશ દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા સર્વજ્ઞ, વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા એ સાકાર પરમાત્મા છે. અને (૨) ઘાતીઅઘાતી સર્વ કર્મોને સંપૂર્ણ ક્ષય કરી, મન-વાણી અને શરીરથી રહિત બનેલા પરમ જોતિર્મય, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદમય, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા, પૂર્ણ ગુણી સિદ્ધ પરમાત્મા એ નિરાકાર પરમાત્મા છે.
પ્રસ્તુત ગ્રન્થમાં બંને પ્રકારના પરમાત્માના સ્વરૂપને નિર્દેશ કરવા સાથે ભિન્ન ભિન્ન પદ્ધતિથી તેમના દાનમાં સ્થિરતા, એકાગ્રતા અને લીનતા પ્રાપ્ત કરવાના ઉપાયે પણ બતાવવામાં આવ્યા છે.
વિતરાગ, અરિહંત, જિન, શંભુ, બુદ્ધ, મહાદેવ વગેરે નામો ઉપરોક્ત શુદ્ધ સવરૂપવાળા પરમાત્માના જ વાચક છે. તેથી કઈ પણ નામથી જે ભક્તાત્મા તેમનું સ્મરણવંદન-પૂજન-કીર્તન-ધ્યાન વગેરે–તેમના જેવું પૂર્ણ, શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાના લક્ષ્યથી કરે છે, તે ક્રમશઃ તેવા શુદ્ધ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરે છે, કેમકે જીવ માત્રમાં પ્રછન પણે પરમાત્મ સ્વરૂપ રહેલું છે. ઇલિકા ભમરીના ધ્યાનથી જેમ ભમરી પણાને પામે છે તેમ સાધક પરમાત્મ-ધ્યાનથી પોતાના પ્રચ્છન્ન પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. १. आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया, થાત નિ મવતીદ મવામraઃ | ૨૭ |
– કલ્યાણ મંદિર સ્તોત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org