________________
પૂ૦-કેવલીના વેગથી મરવું નહિ એ જીવોને આઘાત પરિણામ હોય છે. એટલે જ પુષ્પ ચૂલાનું પણ અચિત્તજળમાંથી ગમન થયું. આ દૃષ્ટાનપરથી કલ્પના કરીએ છીએ કે કેવલી જ્યાંથી વિહારાદિ કરે છે ત્યાં પૃથ્વી-જળ વગેરે અચિત્ત જ હોય છે. ' ઉ. અનંતજી સમદ્રાદિમાં નિર્વાણ પામ્યા છે, તે તે કાળે તે સર્વત્ર સ્થાનોમાં પાણી વગેરે અચિત્ત જ હતા એવું માનવામાં પ્રમાણ નથી. વળી સચિત્તવાયુ સ્પર્શ તે માનવું જ પડે છે.
પૂ– અભયદાન કેવલીઓને અતિશય માનીએ છીએ કે સચિત્તને પશ જ ન થાય.
ઉo-અરણિકાપુત્ર, ગજસુકુમાલ વગેરેમાં એ માન્યતા બાધિત છે. વળી જેમાં અઘાતપરિણામ હોય તો કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે નિષ્ફળ બની જાય, આ જ કારણે “જી. ત્યાંથી સ્વતઃ ખસી જાય છે. એવું પણ માની શકાતું નથી.
પૂ૦- જેમ ઘાતી કર્મક્ષપશમથી થયેલ જળચારણાદિલબ્ધિના પ્રભાવે લબ્ધિધર સાધુઓ જળવગેરેમાંથી ગમનાદિ કરે તો પણ જળછવાદિની વિરાધના થતી નથી, તે ક્ષાયિક લબ્ધિના પ્રભાવે કેવળીથી તે જીવવિરાધના શી રીતે થાય ?
ઉ-આવું માનવામાં પણ ઉ૯લંઘનાદિ નિષ્ફળ બનવાની આપત્તિ છે. વળી એ લબ્ધિને પ્રયોગ જે કરવાનો હોય તો કેવલી પ્રમાદવાન બની જાય, અને પ્રવેગ વગર જ જે જીવરક્ષા થઈ જતી હોય તે અગીના શરીરે પણ વિરાધના ન થવી જોઈએ.
કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર-૪ર૩-૪૫૧] પૂ૦ – ઠાણગજીમાં (સૂ૦ ૫૫૦) ક્વસ્થના લિંગ તરીકે પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે કહ્યા છે, અને પ્રાણાતિપાતના અભાવ વગેરેને કેવલીના લિંગ તરીકે કહ્યા છે. એની વૃત્તિમાં કહ્યું છે કે “ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી, નિરતિચાર સંયમ હોવાથી તેમજ અતિસેવી હેવાથી કેવલી કયારેય પ્રાણાતિપાતક બનતા નથી. આમાં અપ્રમત્ત સંયતને છદ્મસ્થના પક્ષ તરીકે લેવાના છે. અને લિંગ તરીકે દ્રવ્યહિંસા વગેરે લેવાના છે, કારણ કે ભાવહિંસા વગેર છદ્મસ્થના અવિષય હેઈ અનુમાન કરાવી આપે એવા હેતુભૂત લિંગ રૂપ બની શકતા નથી. વળી આ લિંગ અગ્યારમા ગુણઠાણું સુધી હોય છે, એની ઉપર મોહસત્તા ન હોઈ તે લિંગો પણ હોતા નથી. ક્ષીણમહીમાં અનાભોગ હોઈ માત્ર એની સંભાવના હોય છે. આવા સંભાવનારૂઢ મૃષાભાષણની અપેક્ષાએ જ કર્મગ્રન્થમાં ક્ષીણમોહ સુધી ચારેય ભાષાઓ કહી છે. વળી આ સાતમાંથી પ્રથમ પાંચ કદાચિત્ક હેય છે, ચરમ બે સર્વકાલીન હેાય છે. ક્ષીણમોહમાં મૃષાવાદના હેતુભૂત ક્રોધાદિ ન હોઈ લિંગભૂત દ્રવ્ય મૃષાવાદ હતું નથી. એટલે એની અહીં છઘસ્થ તરીકે ગણતરી નથી, પણ અંતમુંદમાં કેવલજ્ઞાન પામનાર હોઈ કેવલી તરીકે ગણતરી છે. વળી ઠાણાંગના ટીકાકારે છસ્થલિંગમાં હાનિ એવું જે વિષણુ મૂકયું છે તે સ્વરૂપ અસિદ્ધિના વારણ માટે છે અને કેવલીના લિંગમાં “હાવિ”િ એવું જે વિશેષણ મૂકવું છે તે છદ્મસ્થ સાધુમાં આવતા વ્યભિચારના વારણ માટે છે.
ઉ0-%ાસ્થલિગોના પક્ષ તરીકે અપ્રમત્તને લેવામાં સ્વરૂપ અસિદ્ધિ દોષ આવે છે. જેમ અપ્રમત્ત ગુણકાણે નિદ્રા હોવા છતાં પ્રમત્તતા નથી કહેવાતી તેમ દ્રવ્યહિંસા હેવા છતાં અપ્રમત્તને પ્રાણાતિપાતક કહેવાતા નથી. વળી દ્રવ્યહિંસા વગેરે અહીં લિંગભૂત નથી, કેમકે જો એવું હોય તે સગીમાં આરંભ કહ્યો હોઈ તેમાં પણ એ લિંગ જવાથી વ્યભિચાર આવે. માટે ભાવહિંસા વગેરે જ પ્રસ્તુતમાં છદ્મસ્થના લિંગભૂત છે, અને તેથી પ્રમત્ત જ અહીં ‘પક્ષ' રૂપે છે. પ્રમત્તત્તાથી જ છદ્મસ્થતા જ્ઞાત થતી હોવા છતાં વ્યામઢજીને વ્યામોહ દૂર કરવા આવા લિગથી અનુમાન સંભવિત છે. ઉપશમ વગેરે ભાવે જેમ સમ્યક્ત્વના લિંગ તરીકે કહેવાય છે તેમ પ્રસ્તુતમાં ભાવભુત હિંસા વગેરેને લિંગ તરીકે કહેવામાં કઈ અગતિ નથી. જાનિ એ સ્વરૂપ વિશેષણ છે. અથવા પ્રમત્ત- '