________________
: ૨૫૦૦ વર્ષ ઉપર જગતના બીજા ભાગોની જેમ ભારતમાં પણ દાસ-પ્રથા હતી. દાસદાસીઓનું ઘેટાબકરાની જેમ બજાસ્માં ખરીદ વેચાણ થતું હતું. દાસીઓનું જીવન સ્વતંત્ર ન હતું. જે. એકવાર દસબને તેને વશ સુધી દાસપણે ભગવ્રવું પડતું. એમાં પણ નારી જાતિ ઉપર તે જલમ જ ગુજારાતો. આવા સમયે ભગવાન મહાવીરનું હૃદય તેમના પ્રત્યે કરૂણથી દ્રવી ઉઠયું. તેમણે સંકલ્પ કર્યો : “કોઈ રાજકુમારી જે દાસી બની હય, ત્રણ દિવસની ભૂખી હય, માથે મૂડી હય, કછોટો ભારેલો હોય, સૂપડામાં અડદાના બાકડા હોય, હાથે હાથકડી હેય, પગમાં બેડી હોય, આંખમાં આંસું હોય, તેના હાથે હું ભિક્ષા ગ્રહણ કરીને મારી તપસ્યાનું પારણું કરીશ.'
એક નહીં; બે નહી; પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસ નીકળી ગયો. અને એવી એક દાસી મળી. ચંદનબાળા રૂપે અને ભગવાનને અભિગ્ર (સમાજના દુઃખને દૂર કરવાનો સંક૯૫) પૂરો થ. પણ કરૂણાનિધિ મહાવીરે એમની એ કરૂણાને અંત ત્યાં જ ન કર્યો પણ એ દાસીને ૩૬૦૦૦ સાધ્વીઓની શિરછત્રા બનાવી. આ છે કારૂણ્ય ભાવનાની ઉત્કટતા !
ગાંધીજી આફ્રિકામાં ગયા હતા વકીલાત કરવા પણ ગોરા માનવીઓને કાળા માનવી પ્રતિ અમાનવીય વર્તાવ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું અને તેમનું આખું જીવન દીન, દુ:ખી અને દરિદ્રીઓના ઉદ્ધાર અથે જ ખર્ચાઈ ગયું. આ છે કારૂણ્ય ભાવનાની સક્રિયતા. કરૂણ્ય ભાવનામાં આવી સક્રિયતા ન આવે તો તે ગુજ કહેવાશે.
માધ્યસ્થ ભાવના : વિશ્વ વાત્સલ્યની ચોથી ભાવના માધ્ય છે. એને સીધે અર્થ આ પ્રમાણે છે. .' मध्ये तिष्ठतीति मध्यस्थस्तस्य भावः कार्य वा माध्यस्थां
–એટલે કે જે વચમાં રહે છે, તે મધ્યસ્થ અને તેનાં ભાવ કે કાય તે માધ્યસ્થભાવ છે. આને એક અર્થ એ પણ થાય છે કે બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com