________________
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ નથી; કેમ કે નિષ્ફલત્વનો પ્રસંગ છે=સમ્યક્ત વગર અણુવ્રતાદિના સ્વીકારમાં નિષ્કલપણાનો પ્રસંગ છે.
શ્લોકમાં રહેલ “ઘ'કાર “a'કાર અર્થમાં છે અને તે “'કારનું યોજન ભિન્ન ક્રમમાં છે અર્થાત્ “સખ્યત્વે સતિ' પછી યોજના છે.
સમ્યક્ત વગર અણુવ્રતાદિનું ગ્રહણ નિષ્ફળ કેમ છે ? તેમાં થોથી સાક્ષી આપે છે – “ઊખરભૂમિમાં નિક્ષેપ કરાયેલા ધાન્યની જેમ મિથ્યાત્વવાસિત જીવમાં ક્યારેય વ્રતો પ્રરોહ પામતાં નથી.” “ક્ત સયકાલના અગ્નિથી ફળવાળાં વૃક્ષો નાશ પામે છે તેમ તના વડ–મધ્યાત્વ વડ, પાવત્ર ૨
વાળાં વક્ષો નાશ પામે છે તેમ તેના વડે મિથ્યાત્વ વડે, પવિત્ર એવા સર્વ સંયમનિયમો નાશ પામે છે.”
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરે છે – સખ્યત્વને જ બતાવે છે - ભગવાને કહેલા જીવાજીવાદિ પદાર્થોમાં શુદ્ધ અજ્ઞાન, સંશય, વિપર્યાસના નિરાકરણથી નિર્મલ એવી જે રુચિ=શ્રદ્ધાન, તે સમ્યક્ત જિનો વડે કહેવાય છે. શ્લોકમાં ‘બિને.' શબ્દ અધ્યાહાર છે તે બતાવવા માટે “જિનેરિતિશેષઃ' એમ કહેલ છે. તેના વિશેષથી=સમ્યક્તના વિશેષથી, ગૃહિધર્મ છે. એ પ્રમાણે પૂર્વમાં પ્રતિજ્ઞાત=પ્રથમ અધિકારની સાથે બીજા અધિકારનો સંબંધ બનાવતી વખતે કહ્યું કે હવે વિશેષથી ગૃહીધર્મના વ્યાખ્યાનનો અવસર છે એ કથન દ્વારા પૂર્વમાં પ્રતિજ્ઞાતનું, સર્વત્ર યોજન કરવું. ભાવાર્થ
પૂર્વ શ્લોકમાં સધર્મને યોગ્ય જીવ કેવા સ્વરૂપવાળો હોય છે તે બતાવ્યું. તેથી તેવા સ્વરૂપવાળા જીવોને પ્રાપ્ત કરીને ઉપદેશક વિશેષથી ગૃહીધર્મનું વ્યાખ્યાન કરવું જોઈએ. તે વિશેષથી ગૃહીધર્મનું વ્યાખ્યાન કરતાં કહે છે –
જીવમાં સમ્યક્ત વિદ્યમાન હોય તો જ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતાદિ બાર વ્રતો ગ્રહણ કરવાં સંગત થાય છે; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોય તેવા જીવો ભગવાનના વચનાનુસાર સંસારનો અંત કરવા અર્થી બને છે. સંસારના અંત કરવાનો ઉપાય સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા સ્વરૂપ સર્વવિરતિ છે. સર્વવિરતિના પાલનમાં જેની શક્તિ ન હોય તેવા જીવો સર્વવિરતિના શક્તિના સંચય અર્થે દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિને યોગ્ય શક્તિનો સંચય કરે તો તેના ગ્રહણ કરાયેલાં અણુવ્રતાદિ, જિનવચનથી નિયંત્રિત થઈને સર્વવિરતિની પ્રાપ્તિ દ્વારા અને ઉત્તરોત્તર સર્વવિરતિની વૃદ્ધિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનશે. માટે દેશવિરતિ ગ્રહણ કરનાર યોગ્ય જીવને સમ્યક્ત મૂલ બાર વ્રતો અપાય છે.
આથી ઉપદેશક શ્રોતાને કહે છે કે સમ્યક્તને સ્થિર કરીને આગળમાં કહેવાશે તે અણુવ્રતોમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય.