________________
૧૮
વાળા રાજા વિગેરે ગુણી માન ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂને આહાર વસ્ત્ર ધનને સ્થાનાદિની બિલકુલ ચિંતા હતી જ નથી, અને જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખને અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મોક્ષને અથવા વિશિષ્ટ સ્વર્ગને લાભ મળે છે, પણ દુગતિ મળે જ નહિ. આ બધે લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મા લક્ષ્મીના સુખ મેળવવા, એજ માનવ જીદગીનું સાચું ફલ છે.
જો કે દર્શન અને જ્ઞાન તે તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપે ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. એટલે તે બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હોતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દે કે જેઓ નિશ્ચયે કરી નિમલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મોક્ષે જનારા છે તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે. છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂપ ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિ પદ પામી શકતા નથી. એથી સાબિત થાય છે કે માનવ ભવમાં જ આઠ પ્રવચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય છે અને મુક્તિપદ મેળવી શકાય છે. જેમ સનીને સેનાના રજકણની કીંમત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઓ “દો રત્નો rss મનુનાગુ : ” આ વાકયને અનુસરે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરડે રત્ન આપતાં પણ ગયેલ સમય પાછો મેળવી શકાતું નથી. તેવાજ) અલ્પ સંસારી ભવ્ય જીવે સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ બાબતમાં સમજવા જેવી ચઉભંગી આ પ્રમાણે જાણવી – - (૧) સિંહના જેવા શૂરવીર થઈને ચારિત્ર ગ્રહણ કરે, અને સિંહની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધને હોવા છતાં પણ તે સાધને યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય જાણ્યા. આ બાબતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભગવતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કે – यत्प्रातस्तन्न मध्याह्न, यन्मध्याह्ने तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्हि पदार्थानामनित्यता ॥१॥ श्वःकार्यमद्य कुर्वीत-पूर्वाह्न चापराह्निकम् ॥ न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतं ॥२॥
चला लक्ष्मीश्चलाः प्राणाः चलं चंचलयौवनम् ॥
चलाचलेऽस्मिन्संसारे-धर्म एको हि निश्चलः ।। ३॥ તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા ની માફક એક જ જ છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધને તજીને પરભવમાં એક જ જવાને છું. દુનિયામાં કઈ કેઈનું છેજ નહિ. સગાઈ સંબંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધી જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કઈ સામું પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org