________________
O)
મ. સાહેબના શુભ હસ્તે સકલ સંઘની ઉપસ્થિતિમાં થઈ તે દિવસને સ્મરણીય બનાવવા માટે મેં સંક૯પ કર્યો કે પૂ. આ. ભ. શ્રી રચિત ગ્રંથ “અંદરાય ચરિયં” નું ભાષાંતર ગુજરાતમાં “પુણ્ય સ્મૃતિ” રૂપે છપાવવું.
અને તે હવે થોડા સમય પછી પ્રકાશિત થાય છે. મારે સંકલ્પ સફળતાને વરે છે તેવી આનંદોલ્લાસ થાય તે સ્વાભાવિક છે.
- જરૂર સંક૯પ અને સિદ્ધિ વચ્ચે ચાર–સાડા ચાર, વરસનાં વહાણાં વીતી ગયાં, કારણ કે પ્રેસની અગવડતા. વિલંબ અને કેટલીક મુશ્કેલી કારણભૂત છે.
પૂ. આ.મ.શ્રીના પ્રાકૃત ગદ્યને વફાદાર રહી ગુજરાતીમાં ભાષાંતર કરનાર પં. શ્રી કપૂરચંદ વારૈયા અભિનંદનને પાત્ર છે. તેમની સાહિત્ય સેવાભક્તિ પ્રશંસનીય તેમજ અનમેદનીય છે.
આ દળદાર ગ્રંથ વાચકને આત્મકલ્યાણ સાધવામાં સહાયભૂત થશે. તથા વૈરાગ્યભાવના પ્રજજવલિત કરશે.
આવું વાચન હરહંમેશ માટે સ્મરણીય બની રહે તેવું પિષક ને રેચક છે.
મારા સંકલ્પને સફળતા આપવામાં સહાયભૂત બનનાર દરેક અભિનંદનીય છે. શિવમસ્તુ સર્વજગતઃ
–ચંદ્રોદયસૂરિ