________________
પ્રેરણાદાતાનું પ્રાક્ કથન
પ્રસ્તુત ગ્રંથ એ પ્રથમ શ્રી મેહવિજયજી મ. સા.ના ચંદ્રદરાજાના રાસ (ગુજરાતીમાં) છે તે ઉપરથી પ્રાકૃત. ભાષામાં પ્રતિભાવંત અજોડ જ્ઞાતા સ્વ. પ.પૂ. આચાર્યશ્રી કસ્તુરસૂરીશ્વરજી મ. સાહેબે પ્રાકૃત ગદ્યમાં “ચંદરાયચરિય”ની રચના કરી.
આ રચનાથી પ્રાકૃત ભાષાના સુશ્રુત પંડિતે ખૂબ મુગ્ધ બન્યા. પૂ. આચાર્ય દેવે આ રચનાથી પ્રાકૃત સાહિત્યને સમૃદ્ધ ને ગૌરવવંત બનાવ્યું છે.
પૂ. આચાર્ય દેવને મનમાં વિચાર–પ્રકાશ ઝબૂકે કે આ પ્રાકૃત ગદ્યરચનાનું ગુજરાતીમાં ભાષાંતર થાય અને તે કાર્યો માટે તેઓશ્રીએ પં. શ્રી કપૂરચંદભાઈ વારૈયાને પસંદ કર્યા. અનુવાદનું “ચંદરાય ચરિયંનું ” અક્ષરશઃ ભાષાંતર કર્યું અને તે ભાષાંતર પૂ. આચાર્ય દેવ પોતે જ તપાસી ગયા હતા.
છેલ્લું ભાષાંતર તેઓશ્રીએ બોરસદ મુકામે સં. ૨૦૩૩ ના વૈશાખ વદ ૧૧ ના દિવસે તપાસ્યું અને છપાવવા માટે સંમતિ આપી. ત્યારબાદ મહાન આત્મા ૨૦૩૩ના વૈશાખ વદ ૧૪ ના દિવસે સેજિત્રામાં સ્વર્ગવાસી બન્યા.
એટલે આ ભાષાંતર પૂ. આચાર્યદેવે સ્વયં વાંચી. પ્રમાણિત કર્યું છે. તે પૂર્વે સં. ૨૦૩૨ ના મહા સુદ ૭ ના દિવસે શ્રી સિદ્ધગિરિ ઉપર નૂતન ટૂંકમાં પ૦૪ પ્રતિમાઓની. પ્રતિષ્ઠા સ્વ. પ. પૂ. આચાર્ય શ્રી વિજ્ય કસ્તૂરસૂરીશ્વરજી