Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૩૧. નિયમ અને વ્રતમાં (નિયમન)
નિયમનો અર્થ છે—પાંચેય ઈન્દ્રિયો તથા મનનું નિયમન અને વ્રતનો અર્થ છે—પ્રવ્રજ્યા, દીક્ષા. નિયમના વિસ્તૃત અર્થ માટે જુઓ–૧૯પનું ટિપ્પણ.
૩૨. હે યશસ્કામી (નસોામી)
વૃત્તિકારે મૂળ ‘અવળ: મિન્ માનીને આનો અર્થ અકીર્તિની ઈચ્છા કરનાર એવો કર્યો છે. આનો વૈકલ્પિક અર્થ છે ‘યજ્ઞ:ામિન્’. મહાન કુળમાં જન્મ લેવાને કા૨ણે પ્રાપ્ત યશની વાંછના કરનાર.૨
જુઓ–દસવેઆલિઅં, ૨૪ ૭નું ટિપ્પણ.
૩૩. વમેલી વસ્તુને પીવાની ઈચ્છા કરે છે (વંત કૃમિ આવેલું)
વૃત્તિમાં એક સુંદર શ્લોક ઉદ્ભુત છે –
૩૪. ભોજરાજની .... અને તું અન્ધકવૃષ્ણિનો (મોયરાયમ્સ અન્યાવળિો)
વિષ્ણુપુરાણમાં કંસને ભોજરાજ કહ્યો છે. કીર્તિરાજ (વિ.સં.૧૪૯૫થી પૂર્વવર્તી) દ્વારા રચિત ‘નેમિનાથચરિત'માં ઉગ્રસેનને ભોજરાજ તથા રાજીમતીને ભોજપુત્રી કે ભોજરાજપુત્રી કહેવામાં આવેલ છે.પ કેટલીક પ્રતિઓમાં ‘મોગરાયસ્સ’ પાઠ મળે છે. ‘જ્ઞ’નો ‘T’ વર્ગાદેશ થાય છે. એટલા માટે ‘મોરાયસ્પ’ પાઠ પણ શુદ્ધ છે. તેનું સંસ્કૃત રૂપ ‘મોગરાનસ્ય’ જ થશે.
૩૫. ગંધન સર્પ (જંઘા)
૧.
ભોજ યાદવોનો એક વિભાગ હતો. કૃષ્ણ જે સંઘરાજયના નેતા હતા, તેમાં યાદવ, કુકુર, ભોજ અને અંધક-વૃષ્ણિ સામેલ હતા. અંધક અને વૃષ્ણિ—એ બંને જુદા-જુદા રાજનીતિક દળો હતા. તેમનો ઉલ્લેખ પાણિનિએ પણ કર્યો છે. આ બંને દળો એક જ ભૂમિભાગ પર શાસન કરતા હતા. આવી શાસનપ્રણાલી વિરુદ્ધ-રાજ્ય તરીકે ઓળખાતી. અંધકોના નેતા અક્રૂર, વૃષ્ટિઓના નેતા વાસુદેવ અને ભોજના નેતા ઉગ્રસેન હતા.
જુઓ—દસવેઆલિયં, ૨। ૮નું ટિપ્પણ.
ર.
૩.
૪.
૫.
૫૫૪
विज्ञाय वस्तु निन्द्यं त्यक्त्वा गृह्णन्ति किं क्वचित् पुरुषाः । वान्तं पुनरपि भुंक्ते, न च सर्वः सारमेयोऽपि ॥
સર્પની બે જાતિઓ છે—ગંધન અને અગંધન. ગંધન જાતિના સર્પ ડસ્યા પછી મંત્રો વડે આકર્ષવાથી ડંસવાળી વ્યક્તિના ઘા ઉપર મોં રાખી ઝેર પાછું ખેંચી લેતાં. તેઓ અગ્નિથી સળગી મરવા ઈચ્છતા નહિ. અગંધન જાતિના સર્પ અગ્નિમાં સળગી ભસ્મ થઈ જવાનું પસંદ કરે છે, પરંતુ વમેલું વિષ ફરી ચૂસવા ઈચ્છતા નથી.
बृहद्वृत्ति, पत्र ४९४ : नियमव्रते - इन्द्रियनोइन्द्रियनियमने
प्रव्रज्यायां च ।
એજન, પત્ર ૪૦૯ ।
એજન, પત્ર ૪ ।
વિષ્ણુપુરાન, રૂ ।૧ | ૨૧ ।
नेमिनाथ चरितः
અધ્યયન-૨૨ : ટિ. ૩૧-૩૫
इतश्चाऽम्भोज तुल्याऽक्षो, भोजराजांगभूरभूत् ।
उग्रसेनो महीजानिरुग्रसेनासमन्वितः । ९ । ४३ ।
Jain Education International
F.
स्त्रिग्धां विदग्धां नृपभोजपुत्र, साम्राज्यलक्ष्मी स्वजनं च हित्वा । पितृमनुज्ञाप्य च माननीयान् बभूव दीक्षाऽभिमुखोऽथनेमिः ॥ o ૫ ૪૪ ।।
अथभोजनरेन्द्रपुत्रिका, प्रविमुक्ताः प्रभुणा तपस्विनी । व्यलपद् गलदश्रुलोचना, शिथिलांगा लुठिता महीतले ।। ११ । १ । बृहद्वृत्ति, पत्र ४९५ : सप्पाणं किले दो जाईओ-गंधणा य गंधा, तत्थ गंधणा णाम जे डसिए मंतेहिं आकड्डिया तं विसं वणमुहात आवियंति । अगंधणा उण अवि मरणमज्झवसंति यवतमाइयंति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org