________________
૪૪
પ્રસ્તાવના
બંને એક જ છે. એટલે દેશનો જે પરિચય અમે આગળ આપીશું તે જ આ પ્રતિનો પરિચય સમજી લેવો.
દે ૨=પાટણના સંઘવી પાડાના ભંડારની આ પ્રતિ છે. શ્રી સંધવી પાડાનો આ મહાન તાડપત્રીય ભંડાર સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રી નરેન્દ્રકુમાર, બિપિનકુમાર તથા દીપકકુમારે પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સમર્પણ કરી દીધો હોવાથી અત્યારે ત્યાં છે. સૂચિપત્ર પ્રમાણે તેનો પેટી નંબર ૪૨ છે. તેમાં પ્રારંભમાં પત્ર ૧-૧૪૪માં જ્ઞાતાધર્મકાંગસૂત્ર મૂળમાત્ર છે. તેના અંતમાં || pભ્યાÉ સત્ર ૫૦૦૦ વંદતિ | છ | એવો ઉલ્લેખ છે. તથા તે પછી પત્ર ૧-૧૨૩ માં જ્ઞાતાધર્મકથાંગસૂત્રવૃત્તિ છે. આ બંને ગ્રંથોનો અમે સારી રીતે ઉપયોગ ર્યો છે. આની લંબાઈ-પહોળાઈ “૩૨૪૨” ઈય છે. આ ગ્રંથના પૃ૦ ૧ તથા ૨નાં ટિપ્પણમાં જે રે ૨નો અમે ઉલ્લેખ કર્યો છે તે આ દે ? જ છે.
દે ૨=પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં રહેલા શ્રી સંઘના ભંડારનો ડાભો ૭૪, પોથી નં. ૮૭ આ તાડપત્રીય પ્રતિ છે. આની લંબાઈ-પહોળાઈ “૧૫૪૨” ઈંચ છે. કોઈ પણ પ્રતિમાં ન હોય એવા સારા સારા પાઠો આ પ્રતિએ અમને ઘણે સ્થળે આપ્યા છે. આના પ્રારંભનું પત્ર ખંડિત છે તથા અંતનાં થોડાં પાનાં નથી. તેથી આ પ્રતિ કયારે લખાઈ છે તે અમે કહી શકતા નથી. પરંતુ આ પ્રતિ વિશિષ્ટ છે, તથા પ્રાચીન છે એ વાત નિશ્ચિત છે. એકંદર ૧૮૧ પત્ર મળે છે. છેવટનાં બે-ત્રણ પત્ર મળતાં નથી.
૧. આમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ અંતમાં છેઃ
"अखण्डैर्यः खण्डेनवभिरभितः पिण्डितवपुः
सुधाकुण्डैः कुम्भोनससहकृतैर्मण्डित इव । सुरैः सेन्यः सर्वैरविजितजरामृत्युचकितैः
प्रभुः स श्रीपार्थो जयति नितमा यत्र सततम् ॥१॥ उद्दामम्लेच्छकोटिप्रसमरसमरत्रस्तवृन्दारकाणां
विश्रामस्थानतां यः प्रतिपदमगमत् पुण्यलोकैरशोकैः॥ चञ्चद्गङ्गातरङ्गोज्ज्वलबहलगुणैर्धाम धर्मश्रियां यत् श्रीमद् घोघाभिधानं सललितनगरं स्वस्तिमन्नित्यमस्ति ॥२॥ तस्मिन् रमायाः सदने दवीयोदेशस्थवस्तुप्रभुभिः प्रपूर्णे । वेलाकुले भूमितलप्रसिद्ध घोघाभिधाने नगरे समृद्धे ॥३॥ त्रिभिर्विशेषकम् ॥ वेधा वीक्ष्य कलिप्रचंडभुजगश्रस्तं समरतं जगत्
तत्त्राणाय ससर्ज तर्जनपरां यां दुर्जनानां ततः। शातिं पूर्णमृगांककांतिविशदां श्रीमालसंज्ञामिह
शश्वद्दाम-विवेकवासभवनं विज्ञानवारांनिधिं ॥४॥ तस्यां ज्ञातौ बृहत्यामतिमतिविभवापास्तवाचस्पतिश्री
क्रीडागारं गरीयोनरवरनिवहेर्माननीयः सदापि । मंत्री मंत्रप्रबलबलवान् धुर्यधैर्यादिवर्यः
मांडाहानः समजनि जनतासेवनीयोऽवनौ वै ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org