________________
ટિપ્પણ
રાષ્ટ્રો પણ તેમને નમતાં અને એવા હોવાથી જ બ્રાહ્મણે અવધ્ય કહેવાયા. તેઓ ૪૮ વર્ષ બ્રહ્મચારી રહેતા. પણ પાછળથી આ વસ્તુનો વિપર્યાસ થઈ ગયો એટલે તે બ્રાહ્મણ પરિગ્રહી, ભોગી અને યાચક થઈ ગયા. બ્રાહ્મણોની પ્રાચીનકાલિક પ્રતિષ્ઠાને લીધે તેમને દાનો મળવા લાગ્યાં અને તેથી જ તેઓ આ દશાને પહોંચી ગયા. આ સત્રમાં બ્રાહ્મણોની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે તે બ્રાહ્મણત્વના અસ્તકાળનું છે એમ સુત્તનિપાતના વર્ણન ઉપરથી સમજાય છે.
૩. કાંપિલ્ય: આને કપિલા પણ કહે છે. ત્યાં તેરમા તીર્થંકર વિમલનાથનો જન્મ, રાજ્યાભિષેક અને દીક્ષા વગેરે પ્રસંગો બન્યા હતા. જિનપ્રભસૂરિ કંપિલપુરના કલ્પમાં લખે છે કે જંબુપમાં, દક્ષિણ ભરતખંડમાં, પૂર્વ દિશામાં પાંચાલ નામના દેશમાં કંપિલ્લ નામે નગર ગંગાને કિનારે આવેલું છે. અઢારમા સૈકાના જૈનયાત્રીઓ કંપિલાની યાત્રા કરતાં લખે છે કે :
છ હો અયોધ્યાથી પશ્ચિમ દિશે, જી હો કપિલપુર છે દાય. છ હો વિમલજન્મભૂમિ જાણજે, જી હો પિટિયારી વહિ જાય.
આમાં કપિલપુર નગરી અયોધ્યાથી પશ્ચિમ દિશામાં હોવાનું જણાવ્યું છે. સરકાબાદ જિલ્લામાં આવેલા કાયમગથી ઉત્તર પશ્ચિમમાં છ માઈલ ઉપર કંપિલા હોય તેમ લાગે છે. ઉપરની કવિતામાં જે પિટિયારી (પટયારી)નો ઉલ્લેખ છે તે કંપિલાથી ઉત્તર પશ્ચિમ ૧૮-૧૯ માઈલ ઉપર આવેલું પટિયાલી ગામ છે. બધા જૈનયાત્રીઓએ ત્યાં વિમલનાથનું મંદિર હોવાનું જણાવ્યું છે. મહાભારતમાં ગંગાને કાંઠે આવેલી માકંદીની પાસે કુપદનું આ નગર હોવાનું જણાવ્યું છે.
૪. દ્રપદઃ મહાભારતમાં દ્રૌપદીના પિતા તરીકે દ્રુપદનું નામ જાણીતું છે પણ તેની સ્ત્રીનું નામ કસવી અથવા સૌત્રામણ છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે દ્રોપદી અને ધૃતગ્ન યજ્ઞવેદિકામાંથી મળ્યાં હતાં. કૌપદીના પૂર્વજીવન તરીકે સુકુમાલિકાની જે વાત કહેવામાં આવી છે તેને કાંઈક મળતી વાત મહાભારતમાં નીચે પ્રમાણે વ્યાસ કહે છે :
કોઈ એક ઋષિને રૂપવાળી અને સર્વ ગુણયુક્ત એવી એક કન્યા હતી. પણ તે પૂર્વતકર્મથી દુર્ભગા (અભાગણી) થયેલી હતી તેથી તેને કોઈ પતિ મળતો ન હતો. પતિ મેળવવા માટે તેણે ઉગ્રતપ કરીને શંકરને તુષ્ટ કર્યા. તેણે શંકરને “પતિ આપી” “પતિ આપો” એમ પાંચ વાર કહ્યું હોવાથી શંકરે તેને પાંચ પતિવાળી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તું દ્રુપદને ઘેર દિવ્ય રૂપવાળી કન્યા થઈને અવતરીશ.”
આ વાતને બીજી રીતે પણ વ્યાસે નીચે પ્રમાણે કહી છે –
“ઈસેના નામની ભૌગલ્ય નામના વૃદ્ધ ઋષિની સ્ત્રી હતી. તે ઋષિ કામરૂપી હતી. ઋષિએ સ્ત્રીને કહ્યું કે તને હું કેવી રીતે પ્રસન્ન કરું? ઈંદ્રસેનાએ કહ્યું કે તમે પાંચ રૂપોવાળા થઈને મારી સાથે ક્રીડા કરો. આવી રીતે પાંચ રૂપવાળા પતિ સાથે ક્રીડા કરતી તેને વિરક્ત થયેલા ઋષિએ છોડી દીધી. તેણે ઋષિ પાસે આજીજી કરી કે હે ભગવન્! હું હજુ કામની આકાંક્ષાવાળી છું માટે તમે મને ન છોડો તો સારું. ઋષિએ કહ્યું તું મને તપમાં વિઘ કરતી આવી અવક્તવ્ય વાત કહે છે માટે મારી વાત સાંભળ. તું મનુષ્યલોકમાં પાંચાળરાજા દ્રુપદની રાજપુત્રી થઈશ અને તને પાંચ પતિ થશે. આવી રીતે શાપ પામેલી અને ભોગથી અતૃપ્ત દ્ધસેનાએ તીવ્રતપથી શંકરની આરાધના કરી. શંકરે વરદાન આપ્યું કે તું વરાંગના થઈશ અને તે પાંચવાર પતિની માગણી કરી હોવાથી તેને પાંચ પતિ થશે. ઈસેનાએ કહ્યું “સ્ત્રીઓને એક જ પતિ હોય અને પુરુષને ઘણી સ્ત્રીઓ હોય એવો ધર્મ ઘણા સમયથી ચાલ્યો આવે છે અને ઘણાએ આચરેલો પણ છે. તો હું આવું ધર્મથી વિરુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org