________________
હિ૫ણ
હે ભિક્ષુઓ. બે ધણી-ધણિયાણ પૂરતું ભાતું લઈને એક ભયંકર જંગલમાં થઈને પસાર થવા લાગ્યાં. તેમની સાથે તેમનો એક પ્રિય પુત્ર પણ હતો. જતાં જતાં તેમનું ભાતું ખૂટી ગયું અને હજુ અટવી ઊતરવી બાકી જ હતી. તેમણે વિચાર કર્યો કે આપણું ભાતું તો ખૂટી ગયું અને હજુ જંગલ પાર કરવું તો બાકી છે, હવે કેમ કરીને આપણે આ જંગલ પાર કરી શકીશું? વિચાર કરતાં તેમને સૂઝયું કે આ પ્રિય પુત્રનું માંસ ખાઈને આપણે આ અટવી પાર કરી જઈએ. તેઓએ વિલાપ કરતાં કરતાં પુત્રનું માંસ ખાધું અને તેમ કરીને અટવી પાર કરી ગયાં.
“હે ભિક્ષુઓ! તેઓએ જે આ પુત્રનું માંસ ખાધું તે શું ગમ્મત માટે ખાધું, મદ માટે ખાધું, મંડન માટે ખાધું કે વિભૂષણ માટે ખાધું ?”
ભિક્ષુઓએ કહ્યું “તેઓએ તે માટે ખાધું નથી. તેઓએ તો માત્ર અટવી પાર કરવા માટે જ તે આહાર કરેલો.”
“હે ભિક્ષઓ! તમને હું કહું કે તમારે પણ ભોજન એ દષ્ટિથી લેવું. જેઓ એ તે જ ભોજન લે છે તેઓ જ કામગુણ અને રાગના સ્વરૂપને સમજી શકે છે, અને જેઓ કામગુણ અને રાગનું સ્વરૂપ બરાબર સમજે છે તેવા આર્યશ્રાવકો કોઈ જાતના પાપમાં ન પડતાં નિર્વાણ પામે છે.”
વિશુદ્ધિમગ્નમાં કહ્યું છે :–“જેમ ગાડાને ચલાવવા માટે ધરી ઊંગવી પડે છે અને ઉપર જણાવ્યા પ્રમાણે અટવી પાર કરવા પુત્રમાંસ લેવું પડે છે તે રીતે અમૂછિત ભિક્ષુએ શરીરના નિર્વાહ માટે પરિમિત આહાર લેવો.” આ જ વસ્તુને શિક્ષાસમુચ્ચયમાં આ પ્રમાણે કહેલી છે –
भेषज्यमिव आहारं पुत्रमांसोपमं पुनः ।
मात्रयाऽप्रतिकूलं च योगी पिण्ड समाचरेत् ॥
સ્મૃતિચંદ્રિકામાં “મનુએ કહ્યું છે” એમ કહીને લખ્યું છે કે “જોઈએ તે કરતાં જરા પણ ભિક્ષા વધારે ન લેવી. જે કોઈ તે પ્રમાણે કરે તો તેને ચોરીનો દોષ લાગે છે.” આ અધ્યયનમાં જણાવેલી વસ્તુ જ સંઘાડ અધ્યયનમાં બીજી રીતે જણાવેલી છે.
૧૯મું અધ્યયન ૧. પુંડરીયાયઃ આ અધ્યયનમાં કંડરીકના ભાઈ પુંડરીકની વાત આવે છે માટે તેનું નામ પુંડરીય–ણાય પડ્યું છે.
૨. જંબુદ્વીપ: મહાભારતના સભા પર્વમાં અર્જુનને દિગ્વિજય વર્ણવતાં જણાવ્યું છે કે મેરને દક્ષિણ પડખે જંબુ નામનું નિત્ય પુષ્પ અને ફળવાળું તથા સિદ્ધો અને ચારણોથી સેવાયેલું એક વૃક્ષ છે. તેની શાખા હે રાજન્ ! સ્વર્ગ સુધી ઊંચી છે. તે જંબુવૃક્ષ ઉપરથી જંબુદીપનું નામ પડ્યું છે. તે વૃક્ષને અર્જુને જોયું.”
જંબુદ્દીપપ્રાપ્તિમાં જણાવ્યું છે કે “જંબુદ્વીપની આસપાસ તે તે ભાગોમાં ઘણું જંબુનાં ઝાડો, જંબુનાં વન અને નિત્ય પુષ્પવાળા, ફૂલવાળા તથા અતિ શોભા ધરાવતા વનખંડો છે..... માટે હે ગૌતમ! આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડયું છે.”
૩. નીલવંત પર્વત: અર્જુનના દિગ્વિજયના પ્રકરણમાં, મહાભારતમાં જણાવ્યું છે કે અર્જુને માલ્યવંત પર્વતને વટીને સ્વર્ગ જેવા પવિત્ર ભદ્રાવ્ય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાંના લોકોને જીતીને પછી તે નીલગિરિ નામના પર્વત તરફ ગયો. ત્યાં પણ વિજ્ય મેળવીને તથા તે પર્વતને વટાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org