________________
ટિપ્પણ સૈકાના ગદ્યપાંડવ ચરિત્રમાં દેવવિજ્યજીએ હસ્તિકલ્પથી રૈવતક બાર યોજન હોવાનું લખેલું છે. તેથી પણ એ ઉપર જણાવેલું હાથપ હોય એ વધારે બંધબેસતું છે.
૧૦. ઉજજયંત શૈલ? જુઓ રૈવતક ઉપરનું ટિપણ. (પા. ૨૧૬)
૧૧ શત્રુંજય પર્વત ઉપર ઃ પાંડવો પોતાના અંત સમયે હેમાદ્રિ તરફ ગયા છે એમ મહાભારતમાં લખેલું છે. આ કથામાં પાંડવો સૌરાષ્ટ્રના શત્રુંજય ઉપર આવ્યા એવો ઉલ્લેખ છે. મહાભારતના અને જૈનકથાને જુદા જુદા કથનથી પાંડવોએ પોતાનું છેલ્લું જીવન કયાં વિતાવ્યું અને કયો ધર્મ પાળતા હતા તે વિષે રાજા કુમારપાળની સભામાં વાદવિવાદ થયો. તેનો ઉત્તર આપતાં આચાર્ય હેમચઢે એક આકાશવાણુનો પુરાવો આપતાં કહ્યું છે કે સેંકડો ભળ્યો થયા છે, ત્રણસો પાંડવો થયા છે, હજારો દ્રોણાચાર્ય થયા છે અને કર્ણની તો સંખ્યા જ નથી. આમ કહીને હેમાચાર્યે કુમારપાળને કહ્યું કે આમાંના કોઈ જૈનપાંડવો શત્રુંજય આવ્યા હશે અને બીજા કોઈ પાંડવો હિમાલય ઉપર પણ ગયા હશે. એમ પ્રભાવક ચરિત્રમાં હેમાચાર્યના પ્રબંધમાં લખેલું છે. દ્રૌપદીનું આખ્યાન મહાભારતમાં આવે છે અને જૈન પાંડવચરિત્રમાં પણ તેને મૂકેલું છે. આમાંથી કયું મૂળ અને કહ્યું મૂળ ઉપરથી આવેલું તે કલ્પવું કઠણ છે. પણ એમ લાગે છે કે ઘણીવાર પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓને દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની વ્યક્તિ તરીકે ગણાવવા પ્રયત્ન કરે છે. બુદ્ધ વેદવિરોધી હોવા છતાં તેમની
એટલી બધી પ્રસિદ્ધિ થયેલી કે વૈદિક પરંપરાને તેમને અવતાર તરીકે લેવા જ પડ્યા. તેવી જ રીતે કૃષ્ણને પણ જૈનોએ ભવિષ્યના તીર્થકર તરીકે વર્ણવેલા છે. એવી જ બીજી વ્યક્તિઓ જેવી કે રાવણ, રામ વગેરેને બૌદ્ધ સંપ્રદાયમાં બૌદ્ધ અને જૈનસંપ્રદાયમાં જૈન તરીકે બતાવેલી છે. તેવી રીતે આ દ્રૌપદીની કથા પણ ઘડાયેલી હોય તેવું અનુમાન કરીએ તો ખોટું લાગતું નથી.
૧૭ મું અધ્યયન ૧. આઈન્ન: આજાનેય-આજાનિય–આજ—-એક જાતની ઉત્તમ ઘોડો. આ અધ્યયનમાં ઘોડાના ઉદાહરણથી ક્યા કહેલી છે માટે તેનું નામ આઈન પડ્યું છે.
સંસ્કૃત કોષોમાં ‘કુલીન ઘોડો' એ અર્થમાં આજાનેય શબ્દ વપરાયેલો છે. બૌદ્ધ સાહિત્યમાં તે માટે આજાનિય અને તેનું વિકૃત રૂપ આજડ્ઝ વપરાયેલાં જોવામાં આવે છે.
આ સૂત્રમાં વપરાયેલું આઈન રૂપ એ આજષ્ણનું જ રૂપાંતર છે. નિર્યુક્તિમાં પણ “ઉત્તમ ઘોડો, એ અર્થમાં આ શબ્દ વપરાયેલો છે. ત્યાં તેના વ્યાખ્યાકારોએ અને પ્રસ્તૃત ટીકાકાર અભયદેવે તે શબ્દને સંસ્કૃત “આકીર્ણમાંથી ઉપજેલો બતાવ્યો છે. પરંતુ અર્થનો સંબંધ જોતાં તેને આકર્ણિમાંથી લાવવા કરતાં મૂળ “આજાનેયમાંથી લાવવો જ બરાબર છે.
૨. હસ્થિસીસ: ગચ્છાચારપન્ના અને આવશ્યકચૂર્ણિમાં હતિશીર્થ નગરનું વર્ણન આવે છે. તેમાં લખેલું છે કે હસ્તિશીર્ષનો રાજા દમદંત એક વાર રાજગૃહના રાજા જરાસંધની પાસે ગયો. પાંડવોને અને દમદંતને કોઈ પણ કારણથી વેર હતું. તેથી તેની ગેરહાજરીમાં પાંડવોએ તેનું હતિશીર્ષ લૂટયું અને બાળી નાખ્યું. રાજગૃહથી પાછા ફરતાં દમદંતે આ હકીકત જાણી. તેથી તેણે પોતાના સૈન્ય સાથે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પાંડવો હસ્તિનાપુરમાં ભરાઈ રહ્યા, બહાર નીકળ્યા નહિ. તેથી તેને એમ લાગ્યું કે સામી છાતીએ આવનારા શત્રુ સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે પણ આવા કિલબ પાંડવો સાથે યુદ્ધ કરવું એ ઠીક નથી. એમ સમજીને ઘણા દિવસ સુધી પાંડવોને બહાર નીકળવાની વાટ જોયા પછી તે પોતાને ગામ ચાલ્યો ગયો. કેટલાક સમય ત્યાં રાજ્ય કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org