________________
ટિપ્પણ
જગાને આજકાલ અહિરછત્રા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જૈનોના બે પ્રાચીન સ્તૂપ જડી આવ્યા છે. તેમાંનો એક મથુરાનો અને બીજો અહિચ્છત્રાનો છે. મહાભારતમાં પણ અહિચ્છત્રાપુરીનો નિર્દેશ છે.
હ્યુએનસિંગ કહે છે કે અહિચ્છત્રામાં એક નાગહૂદ હતો અને બુદ્ધ લાગેટ સાત દિવસ સુધી ત્યાં પોતાના ધર્મનો ઉપદેશ કર્યો હતો. હ્યુએનસિંગ પોતાના વર્ણનમાં લખે છે કે ત્યાં બાર મઠો હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. વળી તે ઉપરાંત ત્યાં બ્રાહ્મણોનાં ૯ () દેવાલયો હતાં અને ૩૪૦ બ્રાહ્મણો મહાદેવની પૂજા કરતા હતા. તેની ચારે કોર એક કિલો હતો અને તેનો ઘેરાવો ત્રણ કોશ હતો.
હેમચંદ્ર એ અહિચ્છત્ર દેશનો ઉલ્લેખ કરે છે અને તેનું બીજું નામ પ્રત્યગ્રથ જણાવે છે.
૩. ચરક : એક પ્રકારના ત્રિદંડીઓ, જેઓ યૂથબંધ રહે છે. અથવા કછોટો પહેરીને રહેનારા એક પ્રકારના તાપસી.
૪. ચીરિક : શેરીમાં પડેલાં કપડાં પહેરનારા એક જાતના સંન્યાસીએ.
પ. ચર્મખંડિકઃ ચામડાં પહેરનારો એક જાતનો સંન્યાસી અથવા માત્ર ચામડાને ઉપકરણ તરીકે રાખનારો.
૬. ભિક્ષુડ: ભિક્ષાથી જીવનારો કોઈ પણ ભિક્ષુક અથવા બૌદ્ધસાધુ. ૭. પંડરગટ પરચ-એટલે શિવનો ભક્ત. દક્ષિણમાં શિવ પાંડુરંગ તરીકે પ્રસિદ્ધ છે.
૮. ગૌતમ કેળવેલો બળદ સાથે રાખી તેની પાસે પગે પડાવવાના વગેરે ખેલો કરાવીને ભિક્ષા માગનારો ભિક્ષુક.
૯. ગોવતી ગાયનું વ્રત કરનાર એટલે કે તે બેસે ત્યારે બેસે, તે ખાય ત્યારે ખાય-એવું વ્રત કરનાર. ગૌતમ, ગોતી વગેરેનું વર્ણન ઔપપાતિકસૂત્રના મૂળમાં તેમજ તેની ટીકામાં પણ આવે છે.
૧૦. ગૃહિધર્મી ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તે પ્રમાણે વર્તનારા લોકો. ૧૧. ધર્મચિંતક : ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરનાર. ૧૨. અવિરુદ્ધ : વિનયવાદી-પ્રાણીમાત્રનો વિનય કરનાર તપસ્વી. ૧૩. વિરુદ્ધ અક્રિયાવાદી–પરલોકને નહિ સ્વીકારનાર, બધા વાદીઓથી વિરુદ્ધવાદી. ૧૪. વૃદ્ધઃ ઘડપણમાં સંન્યાસી થયેલો. ૧૫. શ્રાવક : ધર્મશાસ્ત્ર સાંભળનાર બ્રાહ્મણ ૧૬. રક્તપટ પરિવ્રાજક.
૧૬મું અધ્યયન ૧. અવરકંકાઃ આ અધ્યયનમાં અવરકંકાનો રાજા પદ્મનાભ દ્રૌપદીને લઈ ગયો એ વાત આવતી હોવાથી તેનું નામ અવરકંકા પડ્યું છે. આ સૂત્રમાં તેનું નામ અવરકંકા અને અપરકંકા પણ લખેલું છે.
- ૨. સુત્તનિપાતના બ્રાહ્મણધમિકસુત્તમાં લખ્યું છે કે જૂનાકાળના બ્રાહ્મણ તારવી, સંયમી અને કામોગરહિત હતા. તે લોકો પાસે પશુ ન હતાં, હિરણય ન હતું, ધન ન હતું ધનમાં સ્વાધ્યાય અને નિધિમાં બ્રહ્મચર્ય હતાં. તેમના આ જાતનાં તપ, ત્યાગ અને સંયમને લીધે મોટાં મોટાં સંપન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org