________________
ટિપ્પણ
રોગોની ગણના કરતાં આચારાંગની ગણુના વધારે વાખ્ખી લાગે છે કારણ કે જ્ઞાતાની ગણનામાં કેટલાક રોગો એના એ શ્રી આવે છે.
૩. અનુવાસના : ચર્મયંત્રના પ્રયોગદ્વારા અપાન વડે જઠરમાં કોઈ પ્રકારનાં તેલોનો પ્રવેશ કરાવવો. ‘એનીમા લેવો તે.
૪. નિરૂહ : એક પ્રકારની અનુવાસના.
૫. શિરાવેધ : નાડીઓમાંથી, નાડીઓ ભેદીને રુધિર કાઢવું તે. ૬. તક્ષણો ઃ અસ્ત્ર વગેરેથી ચામડી પાતળી કરવી.
૭. પ્રક્ષણો : ચામડી જરા જરા ખોલવી.
૮. શિરોવેષ્ટનો : માથા ઉપર કંઈ ખાંધી ઉપચાર કરવો તે.
૯. તર્ષણો : અમુક પ્રકારનાં ચીકણાં દ્રવ્યો મસળીને શરીરની વૃદ્ધિ કરવી તે.
૧૦. પુટપાકો : કોઢિયાનું શરીર કણકથી ખરડીને તેને ખાકવું અથવા કોઈ ૫:૪ ખવરાવવો તે.
૧૧. દુર : જ્યાં જ્યાં મનુષ્ય કે પશુની દેવ થયાની હકીકત આવે છે ત્યાં દેવયોનિમાં પણ તેનો મનુષ્ય કે પશુયોનિના નામથી વ્યવહાર થયાનો ઉલ્લેખ આવે છે. તે વ્યવહાર ગ્રંથકારોએ જ ચલાવેલો છે કે દેવયોનિમાં તેવાં નામોની પ્રથા જ છે તે કાંઈ સ્પષ્ટ કળી શકાતું નથી.
૧૪મું અધ્યયન
૧. તૈલિ : આ અધ્યયનમાં તેયલિપુત્રની વાત વર્ણવેલી છે, માટે તેનું નામ તેમલિ પડ્યું છે. આવશ્યકચૂર્ણિની અંદર પ્રત્યાખ્યાનને સમજાવતાં આ અધ્યયનમાં વર્ણવેલી બધી હકીક્ત આ જ રીતે મૂકેલી છે.
૧૫ મું અધ્યયન
૧. નંદીફલ : આ અધ્યયનમાં નંદીલનો દાખલો આપીને હકીકત કહેવામાં આવેલી છે માટે તેનું નામ નંદીલ પડ્યું છે.
૨. અહિચ્છત્રા : એક અઢારમા સૈકાના જૈનયાત્રીએ અહિચ્છત્રા આગ્રાથી ઈશાનખૂણામાં કુરુજંગલના પ્રદેશમાં હોવાનું જણાવ્યું છે. ખીજા જૈનયાત્રીએ અહિઝ્ઝાને પાર્શ્વનાથનું તીર્થ કહ્યું છે અને તે મેવાત દેશમાં હોવાનું જણાવ્યું છે. જિનપ્રભસૂરિએ પોતાના તીર્થંકલ્પમાં અહિચ્છત્રાની ઉત્પત્તિ આ પ્રમાણે ખતાવી છે. જંબુદ્રીપના ભારતવર્ષમાં, મધ્યમખંડમાં, કુરુજંગલ દેશમાં શંખાવતી નામે નગરી હતી. ત્યાં પાર્શ્વનાથવાની ફરતા ફરતા આવ્યા અને ધ્યાનમાં રહ્યા. પૂર્વના વેરી કમઠે તેમને પાણીનો ઉપસર્ગ કર્યો એટલે કે એટલી બધી વૃષ્ટિ કરી કે ભગવાન કંઠ સુધી પાણીમાં ડૂબી ગયા. પછી ભગવાનના ભક્ત ધરણીંદ્ર નાગરાજે પોતાની પટ્ટરાણીઓ સાથે ત્યાં ઓવીને હજારો ફણાવાળું છત્ર ભગવાનને માથે ધર્યું અને કમઠે કરેલા ઉપસર્ગનું નિવારણ કર્યું. ત્યારથી તે શંખાવતીનું નામ અહિચ્છત્રા પડ્યું.” જિનપ્રભસૂરિ કહે છે કે “ અત્યારે ત્યાં એક ઈંટનો કિલ્લો દેખાય છે અને પાણીના સાત કુંડો છે. તે પુરીની બહાર અને અંદર સવાલાખ મીઠા પાણીના કુવાઓ અને વીથિકાઓ છે. હરિ, હર, હિરણ્યગર્ભ અને ચંડિકાનાં ભવનો ને બ્રહ્મકુંડો વગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે. ” આજકાલ ખરેલી જીલ્લામાં એઓનલા નામનું ગામ છે. ત્યાંથી આઠ માઈલ ઉત્તરે રામનગર છે. ત્યાંથી દક્ષિણમાં ! માઈલના ધેરાવામાં કેટલાંક ખંડેરો છે, તે ખંડેરોવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org