________________
ટિપ્પણ
૪. મધ્યદેશ : મનુસ્મૃતિમાં આ ભાગની સીમા આ પ્રમાણે બતાવી છે. “ઉત્તરે હિમાલય, દક્ષિણે વિધ્યાચળ, પશ્રિમે કુરુક્ષેત્ર અને પૂર્વે પ્રયાગ.”
૫. સંમત : વર્તમાનમાં આ પર્વત હજારીબાગ જીલ્લામાં આવેલો છે અને તેનું બીજું નામ પાર્શ્વનાથ પહાડ છે.
૯મું અધ્યયન ૧. માયંદી : આ અધ્યયનમાં ભાયંદી (માકેદી) ગૃહપતિના બે છોકરાઓની હકીકત આવે છે માટે તેનું નામ ભાયંદી પડ્યું છે.
કાકદી: કાકંદી વિષે અઢારમા સૈકાના જૈનયાત્રીઓના જુદા જુદા મતો છે. કોઈ કહે છે કે બિહારથી પૂર્વમાં તે ૨૫ ગાઉ ઉપર છે. કોઈનો મત છે કે ક્ષત્રિયકુંડથી તે પાંચ કોશ ઉપર આવેલી છે. અને એક યાત્રી તો બે કાકંડી હોવાનું લખે છે. જેમાંની એકને તે ક્ષત્રિયકુંથી પાંચ કોશ હોવાનું જણાવે છે અને બીજીને ગોરખપુરથી પૂર્વમાં ૨૫ કોણ બતાવે છે. આજકાલ ક્ષત્રિયકુંડથી દસ બાર માઈલ ઉત્તરપૂર્વમાં કાકંદી હોવાનું માનવામાં આવે છે. યાત્રાદપણમાં લખેલું છે કે ગોરખપુરની પાસે જે કાકંદી છે તેને તીર્થ તરીકે સમજવી. તેમાં આનું વર્તમાન નામ ખુનંદા બતાવવામાં આવ્યું છે. તે નોનવાર સ્ટેશનથી (ગોરખપુર લાઈન) દોઢ માઈલ ઉપર છે.
૧૦ મું અધ્યયન ૧. ચંદિમા : આ અધ્યયનમાં ચંદ્રનું દષ્ટાંત આપીને શ્રમણના ગુણેની વૃદ્ધિ હાનિ બતાવ્યાં છે માટે તેનું નામ ચંદિમ પડ્યું છે.
૧૧ મું અધ્યયન ૧. દાવવઃ આ અધ્યયનમાં દાવદવ નામનાં વૃક્ષનો દાખલો આપીને આરાધક વિરાધાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે માટે તેનું નામ દાવ પડ્યું છે.
૧૨ મું અધ્યયન ૧. ઉદગ-ણાય ? આ અધ્યયનમાં ઉદક-પાણીનો દાખલો આપીને વસ્તુનું સ્વરૂપ સમજવાની પદ્ધતિ સમજાવી છે માટે તેનું નામ ઉદગ–ણાય પડયું છે.
૨, ચાતુર્યામધર્મઃ ચાર મહાવ્રતો. પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામધર્મ હતો. તે આ પ્રમાણે છે –સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ, સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ, સર્વ પ્રકારના ચોર્યનો ત્યાગ અને સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. અહીં પરિગ્રહના ત્યાગમાં સ્ત્રીનો ત્યાગ (બ્રહ્મચર્ય) આવી જ જાય છે. પણ જડ અને વક્ર શ્રમણે આ જાતનો અંતર્ભાવ સ્પષ્ટ રીતે સમજી શકે તેમ ન હોવાથી ભગવાન મહાવીરે પંચયામનો ઉપદેશ કરીને બ્રહ્મચર્યનું ખાસ સ્પષ્ટ શબ્દોમાં વિધાન કર્યું.
૧૩ મું અધ્યયન ૧, અંડક : આ અધ્યયનમાં નંદ મણિયારના મંડુક્ક (દેડકા)ના જન્મની વાત આવે છે માટે તેનું નામ મંડુક્ક પડયું છે.
૨. સોળરોગો: આચારાંગના છડું અધ્યયનમાં–કંઠમાળ, કોઢ, ક્ષય, અપસ્માર, અક્ષરોગ, જડતા, હીનાંગલપણું, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણું, શરીરનું સૂણી જવું, ભસ્મરોગ, કંપવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અને મધુમેહ–આ પ્રમાણે સોળ રોગો ગણાવ્યા છે. અને જ્ઞાતામાં કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org