________________
આવશ્યકચૂર્ણિમાં મૃતગંગા વિષે નીચે પ્રમાણે હકીકત નોંધેલી છે. જ્યાં સમુદ્રમાં ગંગા મળે છે ત્યાં વર્ષે વર્ષે એનો માર્ગ બદલાયા કરે છે. ગંગાનું જે મુખ ઘણું જૂનું થઈ ગયું હોય છે તેને મૃતગંગા કહેવામાં આવે છે.”
૪. વિગઈઓ : દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ અને માંસ આ નવ પદાર્થ વિકારજનક હોવાથી તેમને વિકૃતિ કહેવામાં આવે છે.
૫ મું અધ્યયન ૧.સેલગ: આ અધ્યયનમાં સેલગ રાજર્ષિની વાત છે માટે તેનું નામ સેલગ પડ્યું છે.
૨. દ્વારિકા : દ્વારિકા સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હતું એમ પન્નવણાસ્ત્રમાં કહેલું છે. આ દ્વારિકા અત્યારે સમુદ્રકાંઠે જે દ્વારિકા છે તે નથી, પણ ગિરનાર (રૈવતક) પાસેની દ્વારિકા છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે જરાસંધના દબાણથી કૃષ્ણ મથુરા છોડયું અને રૈવતક પર્વત પાસેની કુશસ્થલીને સ્થાને બહુધારવાળી દ્વારિકા વસાવી. આવો સ્પષ્ટ ઉલ્લેખ સભાપર્વના ૧૪મા અધ્યાયમાં છે. આ સૂત્રમાં પણ રૈવતકને દ્વારિકાની બહાર ઉત્તર પૂર્વની દિશામાં આવેલો વર્ણવેલો છે. એટલે અહીં મહાભારતમાં વર્ણવાયેલી દ્વારિકા સમજવાની છે. વર્તમાન દ્વારિકા ક્યારે વસી તે વિષેની હકીકત માટે જુઓ પુરાતત્વ પુ. ૧, ૫. ૧૦૧.
૩. રૈવતક [ગિરનાર] : દ્વારિકા પાસેનું આ તીર્થ ઘણું જૂનું છે. એનો તીર્થ તરીકેનો ઉલ્લેખ મહાભારતના સમયથી ચાલ્યો આવે છે. ત્યાંના અશોકના શિલાલેખને લીધે તે મૌર્યસમયમાં વધારે પ્રસિદ્ધ હશે. જૈનોના ૨૩મા તીર્થંકર અરિષ્ટનેમિ ત્યાં જ નિર્વાણ પામ્યાનો ઉલેખ સત્રમાં જ છે. આ બીજ નામ ઉજજયન્ત પણ મહાભારતમાં પ્રસિદ્ધ છે. જૈનગ્રંથોમાં તે રૈવતકા ઉજયંત, ઉજજવલ, ગિરિણાલ અને ગિરિનાર વગેરે નામોથી પ્રસિદ્ધ છે.
૪. ષષ્ઠિતંત્ર ષષ્ઠિતંત્ર નામના શાસ્ત્રનો પરિચય પુરાતત્વ પુ. ૫, પા. ૮૬ માં જોઈ લેવો.
૫. પાંચમહાવ્રતો ૨૪ તીર્થંકરોમાંના પહેલા અને છેલાના શાસનમાં પાંચમહાવ્રતોવાળો ધર્મ હોય છે. અને વચલા ૨૨ના શાસનમાં ચાર મહાવ્રતવાળો ધર્મ હોય એવું આગમોમાં અને ટીકાઓમાં અનેક જગાએ સ્પષ્ટપણે લખેલું છે. એમ છતાં ૨૨ માં અરિષ્ટનેમિ તીર્થંકરના શાસનમાં, તેમની જ પાસે પ્રત્રજયા લેનારા આ થાવસ્યાપુ અહીં જે પાંચમહાવ્રતવાળો ધર્મ કહ્યો છે તેનું કારણ સમજી શકાતું નથી.
૬, પ્રતિમા : એ એક પ્રકારનું તપ છે. તેમાં ખાનપાનના પરિમાણને અને અમુક અમુક પ્રકારનાં આસનો રાખવાનો ખાસ નિયમ હોય છે. કયી પ્રતિમા કેટલા દિવસ રાખવી તેવું કાળનું પરિમાણ પણ ચોક્કસ નિયત કરેલું હોય છે. આ વિષેની વિગતવાર માહિતી રાયચંદ્ર જિનાગમસંગ્રહના ભગવતીસૂત્રના બીજા શતકના ૨૫૬ પાન ઉપરથી જાણી લેવી. ત્યાં એ પ્રતિમાઓનો કોઠો પણ આપવામાં આવેલો છે.
૬ઠું અધ્યયન ૧. તુંબ આ અધ્યયનમાં તુંબડાને દાખલો આપીને જીવનું ભારેપણું અને હલકાપણું સમજાવ્યું છે તેથી તેનું નામ તુંબ પડયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org