________________
ટિપણ
“ગામ ગુણાઅ જણ કહઈ ત્રિહ કોસે તસ તીર છે;
ચૈત્ય ભલું જેહ ગુણશિલ, સમોસય જિહાં વીરો છે.” આ દોહરામાં ત્રણ કોણ ક્યાંથી લેવા તે બરાબર જણાતું નથી, કારણ કે તેની ઉપર મુખ્ય વર્ણન પાવાપુરીનું આવે છે.
વર્તમાનમાં નવાદા સ્ટેશનથી ત્રણેક માઈલ પર એક તળાવમાં મહાવીરસ્વામીનું મંદિર છે તેને ગુણાયા અથવા ગુણશિલ કહેવામાં આવે છે. એ નવાદાનો ઉલ્લેખ પણ જૈનયાત્રી કરે છે.
- ૩૧, ઉો : જે ક્ષત્રિયો આરક્ષક (રખવાળ) અને ઉગ્રદંડ કરનારા હતા તેઓને ઉગ્રો કહેલા છે.
૩ર. ભોગો : જે ક્ષત્રિયો ગુરુસ્થાને હતા તેઓને ભેગો કહેલા છે.
૩૩. રાજન્યો : જે ક્ષત્રિયો ઋષભદેવની સમાન વયના હતા તેમને રાજન્યો કહેલા છે અને આ ત્રણ સિવાય બાકીનાને સામાન્યક્ષત્રિય કહેલા છે (આવશ્યક).
૩૪. પ્રશાસ્તરો : ધર્મશાસ્ત્રના અધ્યાપકો.
૩૫, મલકીઓ : મલકી એક વંશનું નામ છે. બૌદ્ધસાહિત્યમાં તેને માટે મલ્લ શબ્દ અને કોકિલ્યના અર્થશાસ્ત્રમાં મલ્લક શબ્દ વપરાયેલો છે. કાશીના નવ મલ્લક ગણરાજાઓનો ઉલ્લેખ જૈનસૂત્રોમાં મળે છે. (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ)
૩૭. લેચ્છકીઓ : આ પણ એક વંશનું નામ છે. બૌદ્ધસાહિત્યમાં તેને માટે લિચ્છવી શબ્દ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લિક્વિીક શબ્દ વપરાયેલો છે.
કોશલના નવ લેચ્છકી ગણરાજાઓનો ઉલ્લેખ જૈનસૂત્રોમાં મળે છે. (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ) મઝિમનિકાયની અઢકથામાં તેમનું લિચ્છવી નામ પડવાનું કારણ નીચે પ્રમાણ જણાવ્યું છે. “તેમના પેટમાં જે જતું તે બધું મણિપાત્રમાં મૂક્યું હોય તેમ આરપાર દેખાતું. એવા તેઓ પારદર્શક–નિચ્છવિ (
લિચ્છવી) હતા. નાયાધમ્મકહાના ટીકાકાર લખે છે કે લે૭ઈ શબ્દનો અર્થ કોઈ જગાએ બ્રુિવા-વાણિયા કરેલો છે.
૩૭. રાજાઓ : માંડલિક રાજાઓ. ૩૮. ઈશ્વરો : યુવરાજે. કેટલાક તેનો અર્થ અણિમા વગેરે સિદ્ધિવાળા પણ કરે છે. ૩૯ તલવશે : રાજાએ ખુશી થઈને જેઓને પટ્ટા આપ્યા છે તેવા રાજા જેવા પુરુષો.
૪૦, માઈબિકો : જેની આસપાસ વસતી કે ગામ ન હોય તેવા સ્થળને ભબ કહે છે તેમના માલિકો તે મારંબિકો. આને બદલે માંડવિક પાઠ પણ આવે છે. તેનો અર્થ મંડપના માલિકો કરેલો છે.
૪૧. દ્રૌટુંબિકો: અનેક કુટુંબોના આશ્રયદાતા. ૪૨: ઇભ્યો : જેના દ્રવ્યના ઢગલામાં મોટો હાથી-ઇભ ઢંકાઈ જાય તે ઇભ્ય. ૪૩. શ્રેષ્ઠિઓ : શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટને જેઓ માથા ઉપર બાંધે છે તે શ્રેષ્ઠીઓ.
૪૪, આર્ય: તત્વાર્થભાષ્યમાં આર્ય અને પ્લેચ્છ એવા બે મનુષ્યોના ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાં આર્યોના છ ભેદ છે. (૧) ક્ષેત્રઆર્ય-કર્મભૂમિમાં જન્મેલા (૨) જાતિ આર્યઃ ઈક્વાકુ, વિદેહ, હરિ, અંબઇ, જ્ઞાતિ, કુરુ, બુબ્નાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરે [પન્નવણાસૂત્રમાં અંબઇ, કલિંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org