________________
ટિપ્પણ
(પર) ભૂષણુપરિધાન (૫૩) ભૃત્યોપચાર (૫૪) ગૃહાચાર (૫૫) વ્યાકરણ (૫૬) પરનિરાકરણુ (૫૭) ગંધન (૫૮) કેશબંધન (૫૯) વીણાનાદ (૬૦) વિતંડાવાદ (૧) અંકવિચાર (૬૨) લોકવ્યવહાર (૬૩) અંત્યાક્ષરિકા (૬૪) પ્રશ્નપ્રહેલિકા.
૨૮. પ્રાચીન સમયમાં આ બધી કળાઓનાં શાસ્ત્રો હતાં. વારાહીસંહિતા, ભરતનું નાટ્યશાસ્ત્ર, વાત્સ્યાયનું કામસૂત્ર, ચરક તથા સુશ્રુતની સંહિતાઓ, નલનું પાદર્પણ, પાલકાખનો હત્યાયુર્વેદ, નીલકંઠની માતંગલીલા, શ્રીકુમારનું શિપરત્ન, રુદ્રદેવનું ઐનિકશાસ્ત્ર, મયમત અને સંગીતરત્નાકર વગેરે ગ્રંથો તો અત્યારે પણ ઉપલબ્ધ છે. એ કળાઓને પહેલાં સૂત્રોથી કંઠસ્થ કરાવતા, પછી તેમનો અર્થ સમજાવવામાં આવતો અને ત્યારબાદ તેમનું પ્રયોગાત્મક શિક્ષણ આપવામાં આવતું. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત તો એ કે જૂના લોકો શિક્ષણ વખતે તે તે વિષયોના પ્રયોગોને ભૂલતા ન હતા. વળી આ બધી કળાઓ મનુષ્યની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો અંતેનો બરાબર વિકાસ કરે એમ યોજાયેલી છે. માત્ર એકાંગી માનસક કેળવણી જૂના જમાનામાં ન હતી તેમ આ ઉપરથી જણાય છે.
ર૯. અઢાર પ્રકારની દેશી ભાષાઓ : આને માટે મૂળમાં અઢારવિધિવ્વા વેલીમાતાવિસારÇ છે અને તેનો અર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે ઃ—
૧
अष्टादश विधिप्रकाराः - प्रवृत्तिप्रकाराः अष्टादशभिर्वा विधिभिः भेदैः प्रचारः प्रवृत्तिर्यस्याः सा तथा તસ્યાં દેશીમાબાાં ફેશમેવેન વળ વહીહવાયાં વિરાારવુઃ અર્થાત્ દેશના જુદા જુદા ભાગોમાં ચાલતી અઢાર પ્રકારની લિપિમાં વિશારદ. ઔષપાતિક સૂત્રમાં મેષકુમારના વર્ણન જેવા જ પ્રસંગે અઢારસવેતીમાલાવિસારણ એટલું જ લખેલું છે. આ જ ટીકાકારે ત્યાં તેના અર્થ વિષે કાંઈ લખ્યું નથી. રાખ્યું ઉપથી “ અઢાર પ્રારની દેશીભાષાઓમાં વિશારદ” એવો જ અર્થ માલમ પડે છે. પણ તે દેશી ભાષાઓ કયી અથવા તે દેશો ક્યા તે વિષે કશી જ માહિતી મળતી નથી. અઢાર પ્રકારની લિપિઓનો ઉલ્લેખ પ્રજ્ઞાપનાસૂત્રમાં અને સમવાયાંગમાં મળે છે.
(૧) બ્રાહ્મી (૨) જત્રાણિયા (યવનાની ) (૩) દોસાપુરિયા (?) (૪) ખરોષ્ઠી (૫) પુકખરસારિયા (પુષ્કરસારિ) (૬) ભોગવઈયા (૭) પહરાઈયા (૮) અંતઃખરિયા (અંતાક્ષરી) (૯) અકખરપુડ્ડિયા (૧૦) વેણુયા (૧૧) નિષ્ડયા (૧૨) અંકલિવી (૧૩) ગણિતલિવિ (૧૪) ગાંધવલિવી (૧૫) આયંસલિવી (૧૬) માહેશ્વરી (૧૭) દોભીલિવી (૧૮) પોલિન્દી.
આ અઢારે લિપિઓ બ્રાહ્મીલિપિના પેટામાં ગણાતી એમ પન્નવાસૂત્રમાં લખેલું છે. વિશેષાવશ્યકની ટીકામાં તે અઢાર લિપિઓનાં નામ ખીજી રીતે મળે છે જેમકે :—
(૧) હંસલપિ (૨) ભૂતલિપિ (૩) જક્ષીલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉડ્ડીલિપિ (૬) યવતીલિપિ (૭) તુરુક્કીલિપિ (૮) કીરીલિપિ (૯) દ્રવિડીલિપિ (૧૦) સિંધવીયલિપિ (૧૧) માલવીનીલિપિ (૧૨) નટીલિપિ (૧૩) નાગરીલિપિ (૧૪) લાટલિપ (૧૫) પારસીલિપિ (૧૬) અનિમિત્તીલિપિ (૧૭) ચાણાક્યલિપિ (૧૮) મૂલદેવીલિપિ.
૩૦. ગુણશિલ ચૈત્ય : અઢારમા સૈકાનો એક જૈન તીર્થયાત્રી લખે છે કે :~
“રાજગૃહી પૂરવ દિશિ, કોશ ત્રણ જખ જાય;
ગુણુસિન્ન વનમી જાયગા, ગાંમ ગુણાયાં કહેવાય.’
ગુરુશિલ ચૈત્ય રાગૃહની પૂર્વ ઉત્તરે હોવાનું સૂત્રમાં લખેલું છે. આ યાત્રી રાજગૃહથી પૂર્વ દિશામાં ગુણુશિલની જગા હોવાનું લખે છે. એટલે સૂત્રોક્ત ગુણુશિલ અને આ યાત્રીએ જોયેલી ગુરુશિલાની જમા તથા ગુણાયા ગામ કદાચ એક જ હોય. ખીજા યાત્રી આ વિષે જણાવે છે કે :~~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org