________________
ળાયાધમ્મદાબો સૂત્રનાં ટિપ્પણુ
[લેખક : : સ્વ. પં. બેચરદાસ જીવરાજ દોશી ]
પ્રથમ શ્રુતસ્કંધ ૧ટું અધ્યયન
[ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ઇ. સ. ૧૯૩૧ માં શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા—૩ માં પ્રકાશિત થયેલા ભગવાન મહાવીરની ધર્મકથાઓ [નાયધમ્મકહા] નામના પુસ્તકમાં પૃ૦ ૧૭૫ થી ૨૬૧ માં આ ટિપ્પણો આપવામાં આવેલાં છે. તેમાંથી જરૂરી અંશ અહીં ઉદ્ધૃત કરીને આપ્યો છે. ]
૧. અંગદેશ : મહાભારતમાં કહ્યા પ્રમાણે ખલિરાજાના પુત્ર અંગના તાબાનો દેશ તે અંગદેશ. અને જૈન કથા પ્રમાણે ઋષભદેવના પુત્ર અંગનો દેશ તે અંગદેશ. મગધની પાસેના દેશને અંગદેશ કહેવામાં આવતો. તેની સીમા શક્તિસંગમતંત્રમાં વૈદ્યનાથથી માંડીને પુરી જિલ્લામાં આવેલા ભુવનેશ્વર સુધી જણાવવામાં આવેલી છે.
૨. ચંપા : અંગદેશની રાજધાની હતી. ભાગવતની કથા પ્રમાણે હરિશ્ચંદ્રના પ્રપૌત્ર ચંપે તેને વસાવેલી. જૈન કથામાં કહ્યા પ્રમાણે પિતાના મૃત્યુના શોકથી રાજગૃહમાં ન ગમવાથી કોણિક રાજાએ ચંપાના એક સુંદર ઝાડવાળા સ્થળે નવી રાજધાની તરીકે તેને વસાવેલી. વૈદિક, જૈન તેમજ બૌદ્ધ એમ ત્રણે સંપ્રદાયવાળા તેને તીર્થસ્થાન ગણે છે. તેનાં ખીજાં નામો અંગપુરી, માલિની, લોમપાદપુરી અને કર્ણપુરી વગેરે છે. જૂના જૈન યાત્રીઓ લખે છે કે ચંપા પટણાથી પૂર્વમાં ૧૦૦ કોશ દૂર આવેલી છે. તેની દક્ષિણે લગભગ ૧૬ કોશ ઉપર મૈદારગિરિ નામે એક જૈન તીર્થ છે, જે અત્યારે મંદારહિલ નામે સ્ટેશનની પાસે આવેલું છે. ચંપાનું વર્તમાન નામ ચંપાનાલા છે અને તે ભાગલપૂરથી ત્રણ માઈલ દૂર આવેલું છે., તેની પાસે જ નાથનગર પણ છે.
૩. કોણિક : આ રાજા પ્રસેનજિતનો પૌત્ર અને શ્રેણિકનો પુત્ર થાય. તેનું ખીજું નામ જૈન કથામાં અશોકચંદ્ર પણ આપ્યું છે. બૌદ્દગ્રંથોમાં આ રાજા અજાતશત્રુ નામે પ્રસિદ્ધ છે. તે બુદ્ધ તેમજ મહાવીરનો સમસામયિક હતો. તેની માનું નામ ચેલ્ણા હતું.
ભગવતીસૂત્રમાં તેને વવિદેહપુત્ત કહેલો છે. જુઓ (ટિપ્પણુ નં. ૨૧) આ વજજી શબ્દ બૌદ્ધગ્રંથપ્રસિદ્ધ વછવંશ સાથે સંબંધ ધરાવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (આધકરણ ૧૧) તેને માટે જિક શબ્દ આપેલો છે. મઝિમનિકાયની અદ્રુકથામાં આ વĐવંશની ઉત્પત્તિ ખતાવતાં તે શબ્દની વ્યુત્પત્તિ વિચિત્ર રીતે આપેલી છે. પરંતુ મ—જવું ધાતુ ઉપરથી તે શબ્દ થયેલો હોવાથી તેનો અર્થ કોઈ ‘ભટકતી જાતિ · એવો થાય.
ભગવતીસૂત્રની ટીકામાં વજ્જીનો અથૅ વજ્ર એટલે વાવાળો–દ્ર” એવો કરવામાં આવ્યો છે. અને આચાર્ય હેમચંદ્રે પણ મહાવીરચરિતમાં એ જ અર્થનું સમર્થન કર્યું છે,
Jain Education International
કોણિકને વિદેહપુત્ત કહ્યો છે તેનું કારણ એ છે કે તેની માતા ચેલા વિદેહવંશની હતી. વચ્છ રાજાઓની ઉત્પત્તિ વિષે વિશેષ માહિતી માટે પુરાતત્ત્વ પુ. ૧ પા. ૧૨૫ ઉપરનો અ. ક્રોસંખીનો લેખ જુઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org