________________
પ્રસ્તાવના
મારા અત્યંત વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીએ પ્રફવાંચન આદિ સર્વ કાર્યોમાં અત્યંત ભક્તિથી વિવિધ રીતે ખડે પગે હંમેશાં સતત સહાય કરી છે. તથા તેમના વિનીત શિષ્ય મુનિશ્રી પુંડરીક રત્નવિજયજી પણ અનેક રીતે સહાયક બની રહ્યા છે. તેમનો પણ અત્યંત કૃતાભાવે આભાર માનું છું.
પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયવલભસુરીશ્વરજી મહારાજના પટ્ટશિષ્ય પૂ. આ. ભ. શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ધર્મધુરંધરવિજયજી (લાલાજી) મહારાજે આ જ્ઞાતાધર્મકથાનું પાલિતાણામાં કેટલુંક પ્રેસ મેટર તૈયાર કરવામાં, તથા ત્રીજું અને ચોથું પરિશિષ્ટ તૈયાર કરવામાં તથા ચતુર્થ પરિશિષ્ટમાં આવતા ના બગ્રાહ્ય પાઠોનાં રથળો શોધવામાં અતિ અતિ પરિશ્રમ ઉઠાવ્યો છે. આ અમૂલ્ય સહાય કરવા બદલ તેમને મારા અનેક ધન્યવાદ છે.
આ પુણ્ય કાર્યમાં દેવ-ગુરુકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા મારા પરમઉપકારી પિતાશ્રી અને સશુરૂદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનંતશઃ પ્રણિપાત કરીને તેમની પરમકૃપા અને સહાયથી જ સંપાદિત થયેલા દ્વાદશાંગીમાં છઠ્ઠા આ આગમ ગ્રંથ જ્ઞાતાધર્મકથાસૂત્રને અહીં ચારૂપ તીર્થમાં વિરાજમાન સાક્ષાત પરમાત્મા શ્રી શામળાજી પાર્શ્વનાથ ભગવાનના કરકમળમાં આજે શ્રાવણ સુદિ આઠમે પ્રભુશ્રી પાર્શ્વનાથ ભગવાનના નિવાણ કલ્યાણક દિવસે અર્પણ કરીને અને એ રીતે પ્રભુપૂજન કરીને આજે અત્યંત આનંદ અનુભવું છું.
વિક્રમ સંવત ૨૦૪૫ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારશ્રાવણ સુદિ ૮ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વશિષ્યચારૂપ તીર્થ
- પૂજ્યપાદ ગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજયાતેવાસી (વાયા-પાટણ)
મુનિ જંબૂવિજય (જિલ્લો-મહેસાણા) ઉત્તર ગુજરાત Pin 384285
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org