________________
ટિપ્પણ
ય
(૪) અંતરિક્ષ [ આકાશમાં દેખાતાં ગંધવનગર વગેરે] (૫) આંગ [ અંગમાં થનારાં—આંખનું ફરકવું વગેરે] (૬) સ્વર [ પક્ષીઓનું બોલવું વગેરે] (૭) લક્ષણ [ સ્ત્રી, પુરુષ વગેરેનાં લક્ષણો] (૮) વ્યંજન [તલ, મસા વગેરે શરીર ઉપરનાં ચિહ્ન]. આ વિષયનું વિગતવાર શાસ્ત્ર વરાહમિહિરની બૃહત્સંહિતા છે.
૧૭. સ્વમશાસ્ત્ર : આ વિષય ઉપર કેટલાય ગ્રંથોમાં અનેક પ્રકરણો મળે છે. જેમકે સુશ્રુતઃ–શારીર સ્થાન, અધ્યાય ૩૩; બ્રહ્મવૈવર્તપુરાણ: જન્મખંડ, અધ્યાય ૭; ભગવતીસૂત્રઃ— શતક ૬, ઉદ્દેશક ૬.
(c
૧૮. દોહુદ : “ ગર્ભિણીને થતી વિવિધ ઇચ્છાઓ.” આ ઇચ્છઓ પૂરી કરવામાં આવે તો જ ગર્ભ સર્વાંગસંપન્ન થઈ શકે. નહિ તો ગર્ભિણી સ્ત્રીને તેમજ ગર્ભને હાનિ થાય. સ્ત્રીના દોહદ ઉપરથી ગર્ભારથ જીવના સ્વભાવની કલ્પના પણ કરવામાં આવતી. તે વિષેના સવિસ્તર વર્ણન માટે જુઓ સુશ્રુતઃ-શારીરસ્થાન, અધ્યાય ૩.
૧૯, વૈભાર પર્વત : જુઓ રાજગૃહ.
૨૦. વૈક્રિય સમુદ્દાત : કેટલાંક કારણોને લઈ ને આત્મા પોતાના પ્રદેશોને (અંશોને) શરીરથી ખહાર પ્રસરાવે છે અને પાછા સંકોચી પણ લે છે. તે ક્રિયાને જૈન પરિભાષામાં સમુદ્ધાત કહે છે. વૈક્રિયસમુદ્લાત શરીરના પરિવર્તન માટે કરવામાં આવે છે. યોગસૂત્રમાં જણાવેલી નિર્માણુચિત્ત અને નિર્માણકાયની પ્રક્રિયાને આ પ્રક્રિયા મળતી આવતી હોય એમ લાગે છે. વાયુપુરાણમાં પણ આ વિષે ઉલ્લેખ છે. સમુદ્ધાતની ક્રિયા માટે પન્નવાસૂત્રના ૩૬ મા પદમાં વિસ્તારથી લખેલું છે. અને ભગવતીત્રના ખીજા શતકના ખીજા ઉદ્દેશમાં પણ એ વાતનું વર્ણન છે. સેચનક હાથી : આ હાથી શ્રેણિકની પટ્ટહસ્તી હતો. શ્રેણિકે સંપત્તિના ભાગ કર્યાં ત્યારે આ હાથી તેણે વિહલ્લકુમારને આપ્યો. પોતાની સ્ત્રીની હાથી કોણિકે તે હાથી પોતાને આપવાની પોતાના ભાઈ વિહલ્લકુમાર પાસે માગણી કરતાં તેણે તેમ કરવા ના પાડી એટલે કોણિકે તેને યુદ્ધ કરવાની ધમકી આપી. તેથી તે વૈશાલિમાં પોતાના માતામહ ચેટકને શરણે ગયો. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે લડાઈ થઈ. ચેટકના પક્ષમાં કાશીના નવ મલ્લકી અને કોશલના નવ લેચ્છ એમ અઢાર ગણુરાજાઓ હતા.
૧.
આ મહાશિલાકંટક સંગ્રામમાં કોનો જય થયો અને કોનો પરાજય થયો એ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન મહાવીર ભગવતીસૂત્રમાં કહે છે. “ ગોયમા ! વની વિવેદપુત્તે નણ્યા, નવ મફ નવ રેન્ટ. હાસીકોસા અઢારસ વિજળાયાનો વાનસ્થા । હે ગૌતમ! વજ્જ વિદેહપુત્તનો (કોણિકનો) જય થયો અને નવ મલ્લકી અને નવ લેક્ચ્છી એ અઢારે ગણરાજાઓનો પરાજય થયો,” આ વિષે ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશકમાં, નિરયાવલિસૂત્રમાં તેમ જ હેમચંદ્રના મહાવીર ચરિતના ૧૨મા સર્ગમાં સવિસ્તર વર્ણન છે.
૨૨. ગર્ભની રક્ષાને અર્થે : ગર્ભિણી સ્ત્રીને લગતા આવા અનેક ઉલ્લેખો જૈનસૂત્રોમાં આવે છે. એથી એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે તે સમયના લોકો ગર્ભિણીની તેમજ ગર્ભની રક્ષા માટે કેટલી બધી કાળજી રાખતા. જ્યાં પ્રક્રુતિશાસ્ત્ર તેમજ સંતતિશાસ્ત્ર ખૂબ ખેડાયેલું હોય ત્યાં જ આવી વ્યવસ્થાનો સંભવ છે. ગર્ભિણીના તેમજ ગર્ભના આરોગ્ય માટે તેના ખાદ્યાખાદ્યનો વિચાર આમાં સ્પષ્ટ છે. ગર્ભ સંસ્કારસંપન્ન થાય તે માટે ગર્ભિણીએ કેવી વૃત્તિઓ રાખવી જોઈએ તે વિષે પણ આ સ્થાને સ્પષ્ટ લખેલું છે. આવી જ હકીકત મત્સ્યપુરાણમાં કશ્યપે અદિતિને સમજાવેલી છે, તે વિષે વીરમિત્રોદયના સંસ્કારપ્રકાશમાં (પા. ૧૮૦–૧) ઉલ્લેખ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org