________________
પ્રસ્તાવના
એક વિશેષ સ્પષ્ટીકરણ
હસ્તલિખિત આદર્શોનું વાંચન કરતા, અનેક સ્થળે એવો અનુભવ થાય છે કે કેટલીક વાર પહેલાં એક પાઠ લખ્યો હોય છે, તે પછી કોઈક વાંચનારે એ પાઠને સુધારી-વધારીને બીજો પાઠ લખ્યો હોય છે. આમાં સુધારેલો-વધારેલો પાઠ કેટલીક વાર સારો પણ હોય છે અને કેટલીક વાર વાંચનારના મતિદોષથી સુધારેલો–વધારેલો પાઠ ખોટો પણ હોય છે. એના કરતાં, મૂળ પાઠ વધારે શુદ્ધ અથવા સાચો હોય છે. એટલે અમે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરીને આના મૂળ પાઠોને શોધી કાઢવાવાંચવા પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર ઐતિહાસિક દૃષ્ટિએ-મૌલિક દૃષ્ટિએ મૂળ પાઠોનું અમને વધારે મહત્ત્વ અને સત્યત્વ સમજાય છે. એટલે તે તે પ્રતિના મૂળ પાઠ તથા સંશોધિત પાઠને દર્શાવવા માટે અમે તે તે પ્રતિના સંકેતોની આગળ મૂ૦ અને સંએવા શબ્દો વાપર્યા છે. જેમકે બેમુ એટલે શેર માં મૂળ પાઠ તથા સં. ૨ એટલે કે માં સંશોધિત પાઠ. આ રીતે મૂ૦ એટલે પાટણની પ્રતિનો મૂળ પાઠ, વાર્ત. એટલે પાટણની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો સૈશોધિત પાઠ, હંe એટલે ખંભાતની પ્રતિનો મૂળ પાઠ, વંએટલે ખંભાતની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો રોષિત પાઠ. આ રીતે મૂ૦ વગેરે વગેરે સંતોનો અર્થ અમારા બધા સંપાદિત–સંશોધિત ગ્રંથોમાં વાચકોએ પોતાની મેળે સમજી લેવો.
ધન્યવાદ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ જૈન આગમગ્રંથમાલાના મૂળ આયોજક સ્વ. આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ છે. તેમણે સંગૃહીત કે ગોઠવીને વ્યવસ્થિત કરેલી સામગ્રી જ આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મુખ્યતયા આધારભૂત બનેલી છે. એટલે તેઓશ્રીને સબહુમાન વંદનાપૂર્વક સૌથી પ્રથમ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મુ પ્રતિના સંપાદક સ્વ. પૂ. પા. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે અને જેમની સાથે મારા પૂજ્યપાદ પિતાશ્રી તથા ગુરુદેવશ્રી ભુવનવિજયજી મહારાજને ઘણુ ગાઢ બહુમાનપૂર્ણ સંબંધ હતો તેઓશ્રીને પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પાટણના સંઘવી પાડાના ભંડારના વ્યવસ્થાપક સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રો તથા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના મુખ્ય વ્યવસ્થાપક ડો. સેવંતિલાલ મોહનલાલ તથા વ્રજલાલભાઈ ત્રિકમલાલ શાહના સૌજન્યથી પાટણની તાડપત્ર ઉપર લખેલી વિવિધ પ્રતિ પ્રાપ્ત થઈ શકી છે.
આવા ગ્રંથોના સંશોધનમાં જેસલમેર-ખંભાત-પાટણમાં સેંકડો વર્ષોથી સચવાયેલી તાડપત્ર ઉપર લખેલી અત્યંત મૂલ્યવાન પ્રાચીન ગ્રંથ સંપત્તિ અત્યંત ઉપયોગી છે. સર્વાગ સંપૂર્ણ ઉત્તમ સંશોધન માટે આ સામગ્રી અનિવાર્ય છે. માટે જ સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે એના ઉપર સૌથી વધારે લક્ષ આપીને ઘણું જ વર્ષોના અગાધ પરિશ્રમે તેમની પોતાની આગવી સૂઝથી જેસલમેરખંભાત–પાટણના ગ્રંથભંડારો વ્યવસ્થિત કરવાનું–તેનાં કેટલોગો (સૂચિપત્રો) બનાવવા વગેરેનું મહાનમાં મહાન પુણ્યકાર્ય કર્યું છે. તેમણે કરેલી શ્રુતજ્ઞાનની આ મહાન ઉપાસના માટે સમગ્ર જૈન સંઘ સદાને માટે તેમનો ઋણી છે–ઋણી રહેશે. આ ગ્રંથભંડારના કાર્યવાહકો વાંચવા માટે પુસ્તકો સામાન્ય રીતે બહાર આપતા નથી. તેથી તેમના ઉપર સંકુચિતતાનો આરોપ પણ મૂકવામાં આવે છે. પરંતુ જો તેમણે તે તે ગ્રંથો જેને તેને બહાર આપવાનું ચાલુ રાખ્યું હોત તો આ ભંડારો ક્યારનાયે વેરવિખેર અને નામશેષ થઈ ગયા હોત. મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org