________________
( ૧૧ )
અધ્યાત્મના બળથી તૃષ્ણાના જય સુખે થઈ શકે છે, તે મતાવે છે.विषवल्लीसमां तृष्णां वर्धमानां मनोवने । अध्यात्मशास्त्रदात्रेण च्छिन्दन्ति परमर्षयः ॥ १६ ॥ મૂલાથે—પરમઋષિએ મનરૂપી વનને વિષે વૃદ્ધિ પામતી વિષલતાના જેવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાત્ર (દાતરડાં)વડે કાપી નાખે છે. ૧૬,
ટીકાથે—પ્રાણના વિયાગ કરે તેને વિષે કહીએ, તેની લતા સમાન તૃષ્ણા છે. તે ઘણાં મરણા ઉત્પન્ન કરનાર હાવાથી તેને વિષલતાની સમાનતા યોગ્ય છે. મનરૂપી વનમાં એટલે ગંભીર, વિસ્તીર્ણ અને દુધૈય્ય હાવાથી મનરૂપી અરણ્યમાં વૃદ્ધિ પામતી એવી તે તૃષ્ણારૂપી વિષલતાને પરમ ૠષિએ-ઉત્તમ મુનીશ્વરા અધ્યાત્મશાસ્ત્રરૂપી તૃણુ છેદનાર શસ્ર ( દાતરડાં)વડૅ છેદી નાંખે છે, કેમકે અધ્યાત્મશાસ્ત્ર તૃષ્ણાના (સર્વ) દોષને દેખાડનાર છે. ૧૬.
હવે અધ્યાત્મશાસ્ત્રની કલિયુગમાં દુર્લભતા દેખાડે છે. वने वेश्म धनं दौःस्थ्ये तेजो ध्वान्ते जलं मरौ । दुरापमाप्यते धन्यैः कलावध्यात्मवान्मयम् ॥ १७ ॥ મૂલાથે—વનને વિષે ઘરની જેમ, દારિયને વિષે ધનની જેમ, અંધકારને વિષે તેજ (પ્રકાશ)ની જેમ અને મરૂદેશને વિષે જળની જેમ આ કલિયુગને વિષે અધ્યાત્મશાસ્ત્ર દુર્લભ છે. ભાગ્યવંત પુરૂષ કલિયુગમાં પણ પામે છે. ૧૭.
છતાં પણ તેને
ટીકાથે—જીવાને અતિ ફ્લેશકારક હાવાથી આ પાંચમે આર, તે જ કલિયુગ સમજવા, તેમાં અધ્યાત્મને પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર દુ:ખે કરીને પામી શકાય તેમ છે, તે પણ તેને ભાગ્યવંત પુરૂષ પામે છે. કાની જેમ? તે તાવે છે. નિર્જન અરણ્યમાં ઘરની જેમ, દરિદ્રપણામાં ધનના ભંડારની જેમ, અન્ધકારમાં પ્રકાશની જેમ અને મરૂદેશમાં જળની જેમ. અર્થાત્ જેમ આ બધી દુર્લભ વસ્તુઓ ભાગ્યવશથી તેને સ્થાનકે ને તેવી સ્થિતિમાં મળી આવે છે, તેમ અધ્યાત્મશાસ્ત્ર પણ ભાગ્યને ચાગે આ કલિયુગમાં પણ ભાગ્યશાળીને મળી આવે છે. ૧૭.
અધ્યાત્મના જ્ઞાન વિના બીજાં શાસ્ત્રોનું પઠનાદિક માત્ર કરૂ પી ફળને જ દેનારૂં થાય છે. તે બતાવે છે.—
Aho! Shrutgyanam