________________
દેવલેકમાં ઉત્પન્ન થયેલા વૃક્ષ (કલ્પવૃક્ષ)ના ફળને પામવાની ( લેવાની) ઈચછાએ કરીને પોતાના હસ્તની આંગળી ઊંચી કરે તે જાણ. પૃથ્વીપર રહેલે પંગુ સ્વર્ગલોકમાં રહેલા કલ્પવૃક્ષના ફળની લાલસાએ કરીને આંગળી ઉંચી કરે તેથી તેને જેમ તેના ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ અધ્યાત્મશાસ્ત્રથી રહિત પુરૂષને અનુભવના અભાવને લીધે પાંડિત્યરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૧.
અધ્યાત્મ પુરૂષ દુર્જય એવા દંભનો પણ જય કરી શકે છે, તે કહે છેदंभपर्वतदंभोलिः सौहार्दाबुधिचन्द्रमाः।
अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनानलः ॥ १२ ॥
મૂલાર્થ-અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને વજ સમાન છે, મિત્રતા રૂપી સમુદ્રને ચંદ્રમા સમાન છે, અને ઉત્કટ મેહરૂપી વંશજાળને દાવાગ્નિ સમાન છે. ૧૨.
ટીકાર્થ–હે ભવ્ય પ્રાણુઓ ! આ અધ્યાત્મશાસ્ત્ર કપટરૂપી પર્વત એટલે શિલાસમૂહને નાશ કરવામાં જ સમાન છે. તથા સર્વ જીપરના મૈત્રીભાવરૂપી સમુદ્રના તરંગોની વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન છે. અર્થાત નિર્દભપણુંથી (નિષ્કપટપણુથી) મિત્રતારૂપ સાગર વૃદ્ધિ પામે જ છે. તથા અત્યંત ઉત્કટ એટલે દુઘ એવા મેહ એટલે મિથ્યાત્વ, કષાય અને વેદાદિકના ઉદયના પરિણામરૂપ વંશજાળનેવાસના સમૂહને ભસ્મ કરવામાં દાવાનળ સમાન છે; કેમકે અધ્યાત્મજ્ઞાન મેહનો નાશ કરે છે. ૧૨.
અધ્યાત્મશાસ્ત્રના સુરાજ્યમાં સર્વત્ર સમતા રહેલી છે, તે દેખાડે છે
अध्वा धर्मस्य सुस्थः स्यात् पापचौरः पलायते । अध्यात्मशास्त्रसौराज्ये न स्यात् कश्चिदुपप्लवः ॥ १३ ॥
મૂલાર્થ—અધ્યાત્મશાસરૂપી સુરાજ્યને વિષે ધર્મને માર્ગ સુગમ હોય છે, પાપરૂપી ચેર પલાયન કરી જાય છે, અને કઈ પણ પ્રકારને ઉપદ્રવ થતો નથી. ૧૩.
ટીકાર્ચ–અધ્યાત્મશાસ્ત્રરૂપી સારા રાજ્યને વિષે એટલે અધ્યાભસહિત ત્રતાદિકનું પાલન કરવાને વિષે અર્થાત ન્યાયવાન એવા અધ્યાત્મશાસ્ત્રને મુખ્ય કરવાથી મોક્ષ સાધક રત્નત્રયી રૂપ ધર્મને માર્ગ સુખે સંચરવા લાયક થાય છે, એટલે સુખેથી ગમન કરવા લાયક થાય છે. તથા પાપ એટલે રૌદ્રધ્યાન અને અસૂયાદિક અશુભ કર્મ તદ્રુપ ચોર પલાયન કરી જાય છે-નાસી જાય છે, કેમકે અધ્યાત્મીઓ પ્રાયે પાપ
Aho ! Shrutgyanam