________________
વિના જ સ્વાધીન હેવાથી સમુદ્રરૂપ છે. તેવા સુખસાગરની પાસે એક બિંદુ એટલે જળકણના જેવું છે. કેમકે તે (કામસુખ) અલ્પકાલ સ્થાયી, પરાધીન અને દુર્ગતિનું બીજ-દુર્ગતિના કારણભૂત છે. ૯. પૂર્વોક્ત અર્થનું જ વિશેષ સમર્થન કરે છે. –
अध्यात्मशास्त्रसंभूतसंतोषसुखशालिनः । गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥
મલાર્થ-અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખવડે શોભતા ગીજને, કુબેરને તથા ઈન્દ્રને પણ (પિતાથી વધારે સુખી) ગણતા નથી. ૧૦.
ટીકાર્થ—અધ્યાત્મના સ્વરૂપને પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું પઠન પાઠનાદિક કરવાથી ઉત્પન્ન થયેલે સંતોષ એટલે લોભના નિરાસે કરીને : પ્રાપ્ત થયેલું નિરભિલાષપણું, તે રૂપી સુખવડે-મનની સ્થિરતાવડે શુંભનારા ગીશ્વરે ઐશ્વર્ય અને કાંચનાદિક અદ્ધિવાળા રાજાને પણ સુખી ગણતા નથી. કેમકે રાજાઓનું ચિત્ત હંમેશાં અનેક કાર્યની ચિન્તાથી તથા શત્ર વિગેરેના ભયથી વ્યાકલ હેવાને લીધે સંતાપયુક્ત હોય છે. તથા શ્રી લક્ષ્મીને આપનાર ધનદને-કુબેરને પણ સુખી માનતા નથી. કેમકે કુબેર પણ પોતાના નિયંતા ()આધીન છે. પરતંત્ર છે. તથા વસુઓ (દેવ) જેને વશ થયેલા એવા વાસવ (ઇદ્ર)ને પણ સુખી ગણતા નથી. કેમકે તે રાગાદિકવડે સહજ સુખને નાશ થવાથી વિષયાતુર રહે છે. માટે સંતેષી પ્રાણીઓને જ સુખ છે એમ સિદ્ધ થાય છે. અને સંતોષ અધ્યાત્મીઓને વિષેજ રહે છે, તેથી અધ્યાત્મ જ સુખનું મૂળ કારણ છે. ૧૦.
વિદ્યાવાન માણસ પણ જે અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય, તે તે પંડિત કહેવાતા નથી, તે કહે છે –
यः किलाशिक्षिताध्यात्मशास्त्रः पांडित्यमिच्छति। उत्क्षिपत्यंगुली पंगुः स स्व फललिप्सया ॥११॥
મૂલાથે–જે કઈ મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કર્યા વિના જ પંડિતાઈને ઈરછે છે, તે જેમ પંગુ પુરૂષ કલ્પવૃક્ષના ફળને પામવાની ઇચ્છાએ કરીને પિતાની અંગુલીને ઉંચી કરે તેના જેવું છે. ૧૧.
ટીકાર્થ કઈ પણ માણસ કે જેણે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, એ છતાં પાંડિત્યને-બુદ્ધિમાનપણુને (નિપુણતાને) ઈચ્છે છે. તેને કેવો જાણવો? તે કહે છે જેમ કેઈ પંગુ-ચરણરહિત પુરૂષ
Aho ! Shrutgyanam