________________
સર્ગ-૧
૨૧ આ પ્રમાણે લોક ચિંતામાં ડૂબેલો હતો ત્યારે અભયે ચાકરો પાસે મંગલને માટે સિદ્ધિ આપનારું ગાયનું છાણ મંગાવ્યું. ૩. બુદ્ધિમાન અભયે વટીની ઉપર છાણાના પિંડને નાખ્યું. જેમ ઉપકાર સજ્જનને વળગે તેમ છાણ વટીમાં ચોટી ગયું. ૪. પછી તેને સુકવવા માટે આગળના ભાગમાં સળગતા પુળાને નાખ્યો. કાળે ગરમી પણ ઈચ્છાય છે. ૧૫. જેમ સુગંધિ કળશને ભરી દેવામાં આવે તેમ પાસેના કૂવામાંથી નીક મારફત પાણીથી ભરી દીધો. ૬. જેમ હરખિત થયેલ સ્ત્રીના ચિત્તમાં રહેલ ગોપ્ય મુખની પાસે આવી જાય તેમ કૂવામાં સૂકાઈ ગયેલું છાણ પાણીની સપાટી ઉપર આવી ગયું.૭. પછી અભયે છાણાને હાથથી ગ્રહણ કરીને મુદ્રારત્ન ગ્રહણ કર્યું. અસારમાંથી સારને ગ્રહણ કરે એ ન્યાયનું સ્મરણ કરતા અભયે આ કર્યુ છે એમ હું માનું છું. ૮. વિકસિત નયનોથી વારંવાર માથું ધુણાવતી, આશ્ચર્યચકિત ચિત્તવાળી જનતાએ વિચાર્યું૯. જેમ બાળપણમાં રામચંદ્ર ધનુષ્ય ચડાવ્યું હતું તેમ આ વૃદ્ધોને પણ દુષ્કર કાર્ય કર્યું. ૧૦. લઘુ છતાં ગુણવાન પણ સર્વ કાર્યને સાધે છે. દીવો વાટ માત્રથી શું જગતને પ્રકાશિત નથી કરતો? ૧૧. શું નાનકડું વજ પર્વતના શિખરને નથી ભેદતું? શું અડદના દાણા જેટલું ચિંતામણિ ઈચ્છિતને નથી આપતું ? ૧૨. જ્ઞાન-વિજ્ઞાનથી વિકલ વયોવૃદ્ધ મનુષ્યો પણ કાર્યને સાધી શકતા નથી કેમકે મોટાઓ ડાંગરા હોઈ શકે. ૧૩. પછી ખુશ થયેલ રાજાના માણસોએ જઈને રાજાને ખબર આપી કે કોઈક વૈદેશિક વીર બાળક વનમાંથી આવ્યો છે. ૧૪. જેમ સાહસિક સાપના દરમાંથી મણિને ગ્રહણ કરે તેમ તેણે પોતાની બુદ્ધિથી લોકની સમક્ષ મુદ્રા રત્નને ગ્રહણ કર્યું છે. ૧૫. પછી રાજાએ તુરત જ અભયને બોલાવ્યો કેમ કે તેવા બાળકને ન જોવામાં ક્ષણ પણ પ્રહર જેવી થાય છે. ૧૬. તે પણ જઈને પિતાના બે ચરણમાં પરમ ભક્તિથી નમ્યો અથવા બીજાઓ રાજપુત્રો પાસેથી વિનયગુણને શિખે છે. ૧૭. રાજા પણ પુત્રની બુદ્ધિથી અભયને ભેટ્યો. અથવા બે આંખો પણ જાણે જાતિસ્મરણ જ્ઞાન પામી હોય તેમ પોતાના નહીં જોયેલા ધનને જૂએ છે. ૧૮. જો ઉદયાચલ પર્વતની ઉપર રહેલા ચંદ્રની આગળ બુધ હોત તો સિંહાસન ઉપર બેઠેલા રાજાની આગળ અભયકુમારને ઉપમા આપી શકાત. ૧૯. રાજાએ કહ્યું : હે ધીમદ્ ! જેમ ચંદ્ર આકાશ દેશને છોડીને નિસ્તેજ બનાવે, તેમ તે કયા દેશને છોડીને નિસ્તેજ બનાવ્યું છે? ૨૦. મંથન કરાતા સમુદ્રના પિંડ (ફીણ)સમાન ગંભીર અવાજથી અભયે કહ્યું: હે સ્વામિન્ ! હું બેનાતટ નગરથી આવ્યો છું. ૨૧. અને કહ્યું : હે સ્વામિન્ ! આપે જે ચંદ્રથી મૂકાયેલ દેશ નિસ્તેજ બને વગેરે કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે? કેમ કે હું આવ્યો તો પણ નગર તેવું જ છે. અર્થાત્ એમાં કોઈ ફરક પડેલ નથી. રર. એક શંખ સમુદ્રને છોડી દે તો સમુદ્રનું શું ઘટી ગયું? એક આગિયાનો પ્રકાશ આકાશમાં ન હોય તો આકાશની શું શોભા ઘટી જવાની છે? ૨૩. અહો! આની વચનની નિપુણતા કેવી છે ! એમ વિચારતા રાજાએ કહ્યું છે ભદ્ર મુખાંગક! (જેનું મુખ અને શરીર કલ્યાણકારી છે તેવો) ત્યાં રહેનારા ભદ્રશેઠને ઓળખે છે? ૨૪. અભયે કહ્યું ઃ હે વિભુ! હું તેને પૂર્ણપણે જાણું છું કેમકે હમણાં તમારી સાથે જેવો પરિચય છે તેવો એમની સાથે મારે પરિચય છે. ર૫. બીજા ભદ્ર હાથી જેવા ભદ્ર શેઠનું કલ્યાણ થાઓ કેમ કે આના હાથમાંથી સતત દાનનું ઝરણું વહ્યા કરે છે. ૨૬. રાજાએ પૂછ્યું કે તેને નંદા નામની પુત્રી છે જે પૂર્વે ગર્ભવતી હતી તેને શું સંતાન થયું? ૨૭. અતિશય સુબુદ્ધિના ધણી અભયકુમારે કહ્યું : હે દેવ! જેમ કમલિની કમળને જન્મ આપે તેમ તેણે પુત્રને જન્મ આપ્યો છે. ૨૮. તેનું રૂપ કેવું છે? તેના શું સમાચાર છે? તેનું શું નામ છે? એમ રાજાએ અભયને પુછ્યું ત્યારે અભયે સ્પષ્ટપણે કહ્યું. ર૯. હે રાજનું! શરીરના માન, રૂપ, શીલ, તથા વયથી મારા જેવો જ છે એમ જાણો. ૩૦. લોકો વ્યક્તિએ વ્યક્તિએ ભેદને જાણે છે પણ મારામાં અને તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો કંઈ ફરક નથી. ૩૧. તમે રણાંગણમાં તીક્ષ્ણ તલવાર ઉગામીને