________________
અભયકુમાર ચરિત્ર
૨૦ જેમ તારા વિયોગમાં દુર્ભાગ્ય શિરોમણિ મારા મનમાં દશે દિશાઓ કેવી રીતે વસશે? ૭૭. વધારે શું કહેવું ? પિતાના ઘરે ગયા પછી અમને યાદ કરજે કારણ કે દેવલોકમાં જઈને જીવો પાછળના સ્વજનોને યાદ કરતા નથી. ૭૮. અભયે પણ કહ્યું- હે તાત! સર્વથા કિરણોથી જેમ આકાશ ઉદ્યોદિત થાય છે તેમ પૂજ્યશ્રી વડે અલંકૃત કરાયેલ ઘર ઉદ્યોદિત થાય છે. ૭૮. હું પહેલો હું પહેલો એમ વ્યાપિ જતા તમારા ઉજ્વળ ગુણોથી પટની જેમ દિશાઓ શૂન્ય કેવી રીતે બને? ૮૦. આપના ઉપકારો તો સ્તંભમાં કોતરાયેલ અક્ષરોની જેમ મારા હૃદયમાં કોતરાયેલ છે. જો હું વડીલોને ભૂલી જાઉ તો કેવો ગણાઉ? ૮૧. પૂજ્યોએ પિતૃ-ભક્તના વિષયવાળો જે આદેશ આપ્યો છે તેને હું કરીશ. કોણ એવો બુદ્ધિમાન છે જે મણિકુંડલને ગ્રહણ ન કરે? ૮૨. શ્રેષ્ઠીએ મોટી વિભૂતિથી તે બેને રજા આપી. કોણ એવો છે જે સંતાનોને થોડું આપે? ૮૩. જેમ કર્મમુક્ત જીવ દેવલોકને ઓળંગીને મોક્ષમાં જાય તેમ ગ્રામ–આકાર–નગરોનું ઉલ્લંઘન કરતા તે બંને રાજગૃહમાં પહોંચ્યા. ૮૪. જાણે સાક્ષાત્ ઋતુઓથી વીંટળાયેલ વનદેવી ન હોય તેમ પરિવાર સહિત માતાને ઉદ્યાનમાં રાખી. ૮૫. પછી જેમ વિશ્વની સ્થિતિ નિહાળવા માર્કંડેય ઋષિ હરિની કુક્ષિમાં પ્રવેશ્યા હતા તેમ અભય સ્વયં નગરનો વૃત્તાંત જોવા અંદર પ્રવેશ્યો. ૮૬. જેમ બજાણિયો કથાનક કરે ત્યારે ઘણાં લોકો ભેગા થાય તેમ ઘણાં લોકોને એક જગ્યાએ ભેગાં થયેલાં જોયા. ૮૭. અભયે કોઈક માણસને પૂછયું: અરે ! અહીં આટલા બધા લોકો કેમ ભેગાં થયા છે? શું ગોળ ધાણા વહેંચાય છે? ૮૮. તેણે પણ કહ્યું : અરે ! તું તો ગોળધાણાને જાણે છે પણ અહીં તો એવું વહેંચાય છે જે દેવોને લેવાની ઈચ્છા થઈ જાય. ૮૯. તે આ પ્રમાણે
જેમ બુદ્ધિમાનો શાસ્ત્રોને મેળવે તેમ શ્રેણિક રાજાએ ચારસો નવ્વાણું મંત્રીને મેળવ્યા છે. ૯૦. જેમ સંપત્તિ સિદ્ધાંતને ઈચ્છે તેમ મંત્રીઓમાં મુખ્ય મંત્રીની નિમણુંક કરવા શ્રેણિક રાજા બૃહસ્પતિને જીતી લે તેવા ઉત્તમ મનુષ્યને શોધે છે. ૯૧. પછી તેની પરીક્ષા કરવા માટે દીર્ઘદર્શી રાજાએ જેમ ભૂમિમાં નિધાન મૂકે તેમ સૂકા કૂવામાં પોતાની વીંટી નાંખી. ૯૨. લોકોને આ પ્રમાણે આદેશ કર્યો કે જેમ લોહચુંબક લોખંડને ખેંચે તેમ કૂવામાં રહેલી વટીને કાંઠે રહેલો મનુષ્ય હાથથી ગ્રહણ કરશે તેને બુદ્ધિના કૌશલ્યને ખરીદનારી એવી મંત્રીઓની ધૂર્યતા આપવામાં આવશે. અર્થાત્ તેને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. તેને જ અર્ધરાજ્ય આપવામાં આવશે તથા હું પોતાની પુત્રી પરણાવીશ અથવા તેવા પ્રકારના પુરુષ રત્નને જેટલું આપીએ તેટલું થોડું જ છે. ૯૩–૯૫. તેને સાંભળીને અભય પણ મનમાં આશ્ચર્યચકિત થયો. જેમ વાછરડો ગાયોના સમૂહમાં જાય તેમ લોકોના સમૂહમાં ગયો. ૯૬. અને કહ્યું ઃ હે લોકો આ વીંટીને શા માટે ગ્રહણ કરતા નથી? આનું ગ્રહણ કરવું દુઃશક્ય નથી. તમે શા માટે ચિંતામાં પડ્યા છો? ૯૭. લોકોએ કહ્યું હે બાળક! અમે તેને ગ્રહણ કરવા સમર્થ નથી. દર્પણમાં પ્રતિબિંબને ગ્રહણ કરવું શક્ય નથી. ૯૮. કોઈ વૈદેશિક આ કાર્ય કરી આપે તો તેને કરવાની સંમતિ છે? એમ તેણે પુછ્યું ત્યારે લોકે કહ્યું હા! જે ગાયના ધણને વાળે તે અર્જુન છે. ૯૯. ઘણાં દેશોમાં પર્યટન કરીને આવેલા દાઢીવાળા, બહુશ્રુત, વયોવૃદ્ધ એવા અમે આને ગ્રહણ કરવા સમર્થ નથી. ૫00. ઉત્કંઠાવાળો પણ નાનો બાળક આને કેવી રીતે ગ્રહણ કરી શકશે? દુ:ખે કરીને ગ્રહણ કરી શકાય એવા ઊંચે લટકતા ફળને ઠીંગણો ગ્રહણ કરી શકશે? ૫૦૧. અથવા આનો મુખરાગ જ કહી આપે છે કે આણે કલાને ધારણ કરી છે. ચંદ્રને પણ તેવી કલાવગર કાંતિનો પુર હોતો નથી અર્થાત્ ચંદ્રની શોભા જેમ તેનામાં રહેલી કલાને આધારે છે તેવી રીતે આના મુખની શોભા આનામાં રહેલી કલાને આધારે હોવી જોઈએ. ૨.