________________
આત્મ-બલિદાન - એ બંને પાછાં આવતાં હતાં ત્યારે આદમ ફેરબ્રધર બારીમાંથી તેમની તરફ જોઈ રહ્યો હતો. તેના અંતરમાંથી તરત પ્રાર્થના રૂરી આવી, “ભગવાન હવે આ બેને અને મને કદી છૂટાં ન પાડે!”
આ બધું ગૂડ ફ્રાઈડેના આગલે દિવસે બન્યું. ત્રણ દિવસ બાદ જ આદમે માઇકલ સન-લૉસને પોતાના કમરામાં બોલાવ્યો.
સન-લૉકસ ત્યાં ગયો ત્યારે ત્યાં આદમ સાથે એક વિચિત્ર દેખાવનો માણસ બેઠેલો હતો. તેનો પોશાક જાડધરો હતો, તેને દાઢી ઊગેલી હતી, તેના વાળ શણ જેવા લાંબા હતા, અને તેનો બાંધો કદાવર હતો.
માઇકેલ સન-લૉકસની નજર તેના ઉપર ગઈ કે તેનું મોં પડી ગયું; પણ પેલા અજાણ્યાના મોં ઉપર ઉજાસ છવાઈ ગયો.
આદમે માઇકેલને બતાવીને પેલા અજાણ્યાને સંબોધીને કહ્યું, “આ તમારો દીકરો, સ્ટિફન ઓરી.” પણ એટલું બેલતાંમાં તેનો અવાજ ભારે થઈ ગયો. પછી તેણે માઇકેલ તરફ જોઈને ઉમેર્યું,
અને માઇકે સન-લૉસ, આ તારા બાપુ.” ( સ્ટિફન એરી તરત જ આનંદના આવેશમાં આવી જઈ, માઇકેલને પોતાની છાતીએ દબાવી દેવા હાથ લાંબા કરીને આગળ વધ્યો; પણ જાતે જ શરમાઈ જઈ, પાછો ફરી ગયો. તે જ ઘડીએ માઈકેલ સન-લૉકસનો ચહેરો ફીક પડી ગયો. તે એકદમ બે ડગલાં પાછા ખસી ગયો. આદમે હવે બંનેની વચ્ચે આવીને મહા મુશ્કેલીએ કહ્યું, માઇકેલ, એ તને પિતાને વતન લઈ જવા આવ્યા છે.”
એ ઈંસ્ટરનો દિવસ હતો : સ્ટિફન એરીને આઇસલૅન્ડમાંથી નાઠાને આજે બરાબર ૧૯ વર્ષ થયાં હતાં.