Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 403
________________ આત્મબલિદાન “ જૅસન ! મેં એક વખત તમારા અપરાધ કર્યો; પણ ત્યાર પછી તમે આખા વખત મારે માથે બળતી સગડી જ સ્થાપી રાખી છે.” “ના, ના, તેં મારા કા અપરાધ કદી કર્યો નથી; એ તો હું જ થોડી વાર પાગલ બની ગયા હતો, – અને એમ માની બેઠો હતો કે હું જ તારી સાર-સંભાળ રાખનાર છું એટલે મને તારા ઉપર બધા અધિકાર છે. પણ એ બધું ગાંડપણ તો કયારનું પતી ગયું. મારા બોલવા ઉપર એટલી ખાતરી રાખ, હું કશેા બીજો ભાવ રાખીને અહીં આવ્યો નથી – મારે માત્ર તને સુખી થયેલી જોવી છે; – મારા જેવા કંગલાથી કંઈ થઈ શકતું હાય તે કરી છૂટીને.” “જૅસન, એક વાત મને કહે! — હું તો મારા પતિને ભૂલી શકું એમ ન હતું; પણ બીજી કોઈ સ્ત્રી તમને ચાહી શકી હોત અને તમને સુખી કરી શકી હોત; તમે એમ કેમ ન થવા દીધું?” “ હે ? બીજી કોઈ સ્ત્રી?” ૩૭૮ “ હા, હા, કયાંક ને કયાંક તે તમારી રાહ જોતી જ હશે; એટલે તમે જીવનથી હતાશ ન બની જશો. તમને સુખી જોઈશ તો જ મારા અંતરનો એક કાયમનો ખટકો દૂર થશે.' "" '' 66 ‘હું જીવનથી હતાશ શા માટે થાઉં? હું હરિંગજ હતાશ થયા નથી. ” એટલું બાલી જૅસન ફીકું હસવા લાગ્યા. પણ પછી એક ક્ષણમાં ગંભીર બની જઈને બાલ્યા, “તો તું ઘરબાર, સગાં-સાગવાં બધું છોડીને અહીં આ વેરાન વગડામાં તારા પતિની સાથે એક છાપરા નીચે રહેવાનું મળે એટલા માટે જ આવી છે, એમ?'' “હા. એ જ્યાં હાય ત્યાં જ મારું ઘર; એમનાં સગાંસાગવાં એ જ મારાં સગાં-સાગવાં.” 66 અને તું આ બે લાંબાં વર્ષો સુધી, એની સમક્ષ પ્રગટ થવાનો સમય આવે એની રાહ જોતી જ ગુપચુપ અહીં પડી રહી છે?” “હા; ભલે ને સાત વર્ષ કે ચૌદ વર્ષ રાહ જોવી પડે તોપણ "" શું?”

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434