________________
૩૮૨
આત્મ-બલિદાન પણ મારા ભાઈ પાછા જ આવશે, પછી શું?”
“દીકરા, તું એવું અણસમજમાં જ કહે છે. કોઈ પણ માણસ એક વખત આ જગામાંથી બહાર નીકળે, અને અહીં ગમે તે ઘડીએ તેને ઠાર કરવાનો છે એવી તેને ખબર હોય, તે પછી તે અહીં મોતના મુખમાં રાજીખુશીથી પાછો આવે ખરો? તું કેવી દુનિયા બહારની વાત કરે છે?”
“પણ હું સોગંદપૂર્વક કહું છું કે, તે પાછા આવશે.”
ના, ના, હું એક સીધોસાદો બુઢો પાદરી છું; અને આવી દૂરની જગાએ મને જીવતો દાટી દેવામાં આવ્યો છે તોપણ દેહધારી કોઈ માણસ એમ છૂટો થયા પછી મરવા પાછો આવે એમ માનવા હું તૈયાર નથી. ઉપરાંત તારે દીકરા, મારો પણ વિચાર કરવો જોઈએ.”
“તમારો પણ વિચાર કરીને જ મેં એક રસ્તો વિચારી રાખ્યો છે; અને મારા ભાઈ પાછા જ આવશે તેની તમને ખાતરી થાય તે માટે હું એક બાંહેધરી તમને આપી શકું તેમ છું.”
“કઈ બાંહેધરી વળી?”
તે કેદખાનામાંથી બહાર જાય તેટલો વખત તેમની જગાએ હું પુરાઈ રહીશ.”
શું? તું કહે છે તેનો અર્થ શો થાય તેની તને ખબર છે કે નહિ?”
હા, હા, એ અર્થ સમજીને જ હું આ પ્રસ્તાવ રજૂ કરું
પણ તું જાણે છે કે, ગમે તે દિવસે, ગમે તે કલાકે પેલા યુદ્ધજહાજમાંથી ખલાસીઓ મારા કેદીને ઠાર કરવાનો હુકમ લઈને આવી પહોંચશે?”
“હા, હા, પણ તેનું શું? તે તમારા કેદીને ઓળખે છે? પહેલાં અહીં આવીને કદી તેને જોઈ ગયા છે, ખરા?”
ના; કદી નહિ.”