Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 416
________________ ૧૦ ભગ્ન હૃદય ! મધરાત પછી જેસન સન-લૉસના કમરામાં જ સૂઈ રહ્યો. ચાર કલાક બાદ તે ઊડ્યો, અને ઘરની બહાર નીકળી ડોકિયું કરી આવ્યો. હજુ વખત થયો ન હતો એટલે તે પાછો આવ્યો. પણ રખે ઊંઘી જવાય એ બીકે તે જાગતો જ બેસી રહ્યો. પાદરીબુવાના ઘરમાં બધું જ સૂમસામ હતું. કમરામાં સન-લૉસના ઊંઘવાના અવાજ સિવાય બીજો કશો અવાજ સંભળાતો ન હતો. થોડી વારમાં બરફ વરસવા માંડ્યો અને ચાંદો બુઝાઈ ગયો -- ચારે બાજુ અંધારું થઈ ગયું. “હવે કોઈ ન દેખે તેમ નીકળી જવાનો વખત છે,” એમ કહીને તેણે બારી બરાબર બંધ કરી દઈ દીવો પેટાવ્યો, અને સનલોકસને જગાડયો. સન-લૉકસ ઊઠયો, તથા ખિન્નતામાં ઘેરાઈ ગયેલાની પેઠે ચુપાચુપ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. જેસને આડીઅવળી વાતો કરતાં કરતાં થોડી કૉફી બનાવી દીધી. પછી તે અંધારામાં ફંફોસતો ગ્રીબાના કમરા તરફ ગયો અને ધીમેથી તેના બારણા ઉપર ટકોરા માર્યા. ગ્રીબા તૈયાર જ હતી – તે આખી રાત ઊંઘી જ ન હતી. તેણે છાતી ઉપર ઘેટાના ચામડાની ખાઈ લટકાવી હતી, જેમાં ઊંઘતા નાનકા માઇકલને સુવાડી ઊંચકી જવાની જોગવાઈ તેણે કરવા ધારી હતી. • ૩૯૧

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434