________________
જીવન દઈને જીવન કમાવાય!
૪૦૧ મનુષ્યલોકમાંને કંગાળમાં કંગાળ માણસ પણ એમ જ કહેશે કે, ભગવાન, બીજું ગમે તે આપજો, પણ જોર્ગન જૉર્ગન્સન જેવું જીવન ન આપશો! જા, જા, આ પવિત્ર ભૂમિને તારી શાપિત જાત વડે વધુ કલંકિત ન બનાવ!”
અને જૉર્ગન જૉર્ગન્સન, ફટકારાયેલા કૂતરાની જેમ, ત્યાંથી દૂમ દબાવીને ભાગ્યો.
તેઓએ જૈસનને નાનકડા દેવળની લગોલગ આવેલી અણસ્પર્શી જમીનમાં દાટયો. સર સિફસે પોતાને હાથે તેની કબર ખોદી. ત્યાં નક્કર લાવાનું તળ હતું. એમ જૂની આગથી ભારેલા પેટાળમાં તેમણે આગ જેવા ભભૂકતા જેસનના હૃદયને ઢબૂરી દીધું.
આકાશ ભૂરું હતું, અને સૂર્ય બરફ ઉપર ઉજજવળ પ્રકાશ પાથરી રહ્યો હતો. જેસન જ્યારે પૃથ્વી ઉપર જન્મ્યો હતો, ત્યારે મધરાત હતી; પણ જ્યારે તે એમાંથી વિદાય થયો, ત્યારે ભવ્ય પ્રભાત
હતું.
જના ગ્રીન્સી ટાપુના ખડક ઉપર, લાવાનાં ગચિયાંને એક પિરામિડ છે. અત્યારે તો તે શેવાળથી છવાઈ ગયો છે; પણ ત્યાં જેસન ચિરશાંતિમાં પોઢેલો છે.
સમાત