________________
આત્મબલિદાન
66
પણ જે તાફાન તમને અહીં પાછા આવતા રોકી રાખશે, તે જ તાફાન પેલા હુકમને પણ આ ભૂમિ ઉપર આવતા રોકી રાખશે ને! અને આવી આડી-અવળી કલ્પના કરવાની શી જરૂર છે? તમે કહો છો તે હુકમ આજે કાલે કે પરમ દિવસે આવશે જ, એવું માનવાને તમારી પાસે શું કારણ છે? એ હુકમ આટલા દિવસ નથી આવ્યો, તો બે-પાંચ દિવસ વધુ પણ નહિ આવે એમ કેમ ન માનવું? એટલે, મારું અહીં તમારી જગાએ રહેવાનું તો કેવળ ઔપચારિક જ છે— તેમાં હું કશું જ જોખમ ખેડતો નથી, કે તમે મને કશા જોખમમાં નાખતા પણ નથી.”
“એ જ શરતે પાદરીબુવા મને અહીંથી જવા દેવા માગે છે?”
"" હા.
66
તો હું નથી જવાનો.” સન-લૉક્સે મક્કમપણે કહી દીધું.
૩૯૦
66
“ તમે જો નહિ જાએ, તો બુઢ્ઢા આદમ બાપુનું હ્રદય ભાગી પડશે; કારણ કે, હું જાતે જઈને તેમને ખબર આપીશ કે તમે આવી શકતા હતા છતાં ન આવ્યા.
""
“પણ હું શાથી ન આવ્યો એ કારણ તું તેમને નહીં જણાવે ?”
“ના; હું તો એમ જ કહીશ કે, તમારામાં તેમને માટે લાગણીનો છાંટાય રહ્યો નહોતો એટલે જ તમે નથી આવ્યા.
,,
માઇકેલ સન-લૉક્સ એકદમ ચૂપ થઈ ગયો. થોડી વાર બાદ જૅસને માયાળુપણે પૂછયું, “સન-લૉક્સ, ભાઈ તમે જશેા ને ?”
સન-લૉસે ટૂંકમાં જવાબ આપી દીધા, “ હા, ”