Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 423
________________ ૧૧ જીવન દઈને જીવન કમાવાય ! ૫છીને દિવસે હુકમ આવી પહોંચ્યો. એક દિવસની મહેતલ કેદીને આપવામાં આવી હતી. – અને પછીને દિવસે વહેલી સવારે તે ચાર સૈનિકો માઈકેલ સન-લૉકસને ઠાર કરવા આવી પહોંચ્યા. ચારે સૈનિકો બાવાજીના ઘર પાસેની એક ખુલ્લી જગામાં લશ્કરી ઢબે બંદૂક તાકી તૈયાર ઊભા રહ્યા. જેસનને તેની કોટડીમાંથી બહાર લાવવામાં આવ્યો. તે સ્થિર પગલે ચાલતો હતો, અને તેના ચહેરા ઉપર પડકાર હતો. આટલા દિવસ કમનસીબ જ તેની પાછળ પડેલું હતું, – હવે તે પિતાના કમનસીબને જ હાથતાળી આપવા માગતો હતો! તેને પડખે બુઢો પાદરી સિક્સ ચાલતો હતો. આ કેદી કોણ છે એ તે એકલો જ જાણતો હતો. ગ્રીન્સીનું કોઈ જ કે સૈનિકોમાંનું કોઈ સન-લૉસને કે જેસનને ઓળખતું ન હતું. પણ બુટ્ટા પાદરીથી કાંઈ બોલી શકાય તેમ ન હતું – ખરી વાત તે કોઈને કહેવા જાય, તો તેનું પોતાનું જ આવી બને. બુઢો પાદરી ગાભરો થઈ ગયો હતો – અને ઉતાવળે પ્રાર્થના બબડયે જતો હતો. ચોખ્ખો પ્રાત:કાળ હતો. જેસન પોતાને માટે નિરધારેલી જગાએ જઈને સ્થિર – ટટાર ઊભો રહ્યો. તેના હાથ તેની પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યા. ૩૯૮

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434