________________
૩૯૬
આત્મ-બલિદાન હા, હા. બંને જણ નીકળી ગયાં, વળી!” જેસને જવાબ આપ્યો.
વને જ્ઞાન એટલે કોણ?” પાદરીએ પૂછયું. “બુઢા ખૂટ, તમને ખબર નથી કે પેલી એની પત્ની હતી?”
પત્ની? કોણ? કોની?”
“કેમ બાવાજી, તમારી ઘર-કારભારણસ્તો! એ માઈકેલ સનલૉકસની સગી પત્ની હતી !”
“ભલા ભગવાન! મને શી ખબર? પણ તેઓ ક્યારે પાછાં આવશે, વાર?” - “તેઓ હવે કદી પાછાં નહિ આવે,” એટલું બોલતાંમાં જૈન ખડખડાટ હસી પડયો.
“કદી પાછાં નહિ આવે?”
“તેઓ કદી પાછાં ન આવે એવી જ પેરવી મેં બરાબર કરી છે.”
“ભલા ભગવાન ! આ બધું શું છે?”
“અબે બુ! એ બધું શું છે તે કહી બતાવું?– રેકજાવિકમાંથી હુકમ નીકળી ચૂક્યો છે અને આજે જ અહીં આવી પહોંચશે. સન-લૉકસને ઠાર મારવાનોસ્તો !”
“હું? આજે જ હુકમ આવી પહોંચશે? તે પછી – તે પછી – શું એને બદલે તેં મરવાનું નક્કી કર્યું છે?”
“બુટ્ટા! તમારે તેની શી પંચાત? મારે મરવું કે નહિ એની પંચાત મને હેય કે બીજાને? પણ જાણી રાખો કે, મોત આમ મારી પાસે સામું ચાલતું ન આવ્યું હોત, તે મારે તેની પાસે જવું પડત. મારી જિંદગી હવે વધુ લંબાવ્ય જવામાં કશો માલ નહોતે રહ્યો.”
પણ હું એવું કદી નહિ બનવા દઉં – તું નિર્દોષ માર્યો જાય એ હું કદી જોઈ નહિ રહું!”