Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 420
________________ ભગ્ન હૃદય! ૩૯૫ છે. ગ્રીબા, વિદાય ! સન-લૉકસ, એ તમને જ ચાહે છે; અને આખી જિંદગી તેણે એકલા તમને જ ચાહ્યા છે. વિદાય ! હું ખુશી આનંદમાં છું. ભગવાન તમારું બંનેનું ભલું કરે.” કાગળ પૂરો કરી, તેણે બીડી દીધો. પછી ટેબલ ઉપર તેને મૂકી તેના ઉપર કમરાની ચાવી મૂકી. પછી તે વિચારમાં પડી ગયો – “તેઓએ મારા જણાવ્યા મુજબ સન-લૉસને સૂઈ જવા અને ઊંઘી જવા સમજાવી દીધો હશે. જ્યારે તે જાગશે, ત્યારે તો તેઓ દૂર દરિયામાં પહોંચી ગયાં હશે. બધા સઢમાં જોરદાર પવન ભરેલું જહાજ વેગે આગળ ધપ્યું જતું હશે. થોડા વખતમાં સન-લૉકસને ખબર પડશે કે, પોતાને છેતરવામાં આવ્યો છે! એટલે તે તરત પિતાને પાછો અહીં લઈ આવવા બુમરાણ મચાવશે. પણ તેઓ તેનું જરાય સાંભળશે નહિ. કારણ કે, ગ્રીબાએ મેં શીખવ્યા મુજબ, પેલા લોકોને બધી સૂચનાઓ આપી દીધી હશે. બીજે અઠવાડિયે અથવા એ પછીને અઠવાડિયે તેઓ શેટલેંઝ પહોંચી જશે. ત્યાં પહોંચ્યા પછી તેમને મારો આ પત્ર મળશે. પછી તો તેઓ ઇંગ્લેન્ડ જ પહોંચી જશે!” બરફ વરસો બંધ પડ્યો હતો, અને દિવસ ચડવા લાગ્યો હતો. થોડા વખતમાં મકાન ઉપરથી ચોકિયાટ જહાજને આલબેલ જણાવતો ધ્વજ ફરકાવવામાં આવ્યો અને જહાજ તરફથી પણ જવાબમાં દાંટ વગાડવામાં આવ્યો. ત્યાર પછી, બાટમાંથી મળી આવેલી પાદરીબુવાના દારૂની બાટલી જેસન ગટગટાવી ગયો, અને પછી પોતે લખેલો કાગળ અને કમરાની ચાવી હાથમાં લઈ તે બહાર નીકળ્યો. પાદરીના કમરા પાસે જઈ તેણે એ કાગળ અને ચાવી તેમના હાથમાં મૂકી દીધાં. “પેલ સહીસલામત નીકળી ગયો ને?”

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434