Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 419
________________ ૩૯૪ આત્મ-બલિદાન સન-લૉક્સ આગળ ચાલતો એકદમ ભી ગયો. તે ભાગી પડેલે અવાજે બોલ્યા, “ભાઈ, જેસન, મને છેવટના એક વખત ફરી ભેટી લે!” જેસન ઘરના બારણા આગળ લાંબે વખત ઊભો રહ્યો, અને બધા અવાજ લક્ષ દઈને સાંભળવા લાગ્યો. પેલાં ધકકે પહોંચી હોડી ઉપર ચડયાં ત્યારે થયેલો થોડો ગૂંચવાટ, પછી ધીમેથી પાણીમાં પડતાં હલેસાંનો અવાજ, પછી લંગર ઉપાડયું તે વખતે થયેલો સાંકળનો અવાજ - પછી પાછો હલેસાંનો દૂર જતો અવાજ – બધું જ તેણે કાન માંડીને બરાબર સાંભળ્યા કર્યું. થોડી વારમાં રાત્રીની અંધકારભી નીરવતામાં એ બધા અવાજ ડુબી ગયા. જૈસને હવે થોડાક બાજુએ ફરીને બંદરમાં ઊભેલા ચેકિયાટ જહાજ તરફ નજર કરી. તેમાંથી આવતો દીવાનો પ્રકાશ તેને બરાબર દેખાતો હતો. તેની આસપાસ કશી હિલચાલ તેને જણાઈ કે સંભળાઈ નહિ. છતાં તે ત્યાં સ્થિર થઈને ઊભે જ રહ્યો. ધીમે ધીમે પર્વતોની ટોચ ઉપરથી ધૂંધળો પ્રકાશ ઉદયમાન થયો. ભળભાંખળું થયું - પેલાં સહીસલામત દૂર નીકળી ગયાં છે –” એમ બોલી જેસન ઘરમાં પાછો ફર્યો. અંદર આવી તેણે મીણબત્તી પાછી સળગાવી. પછી કબાટમાંથી કાગળ કલમ વગેરે લખવાનો સામાન શેધી કાઢયો અને પોતાના અણઘડ હાથે લખવા માંડ્યું – ભાઈ, તમારા સાંભળવામાં મારે વિષે ગમે તે વાત આવે, પણ મારી ચિંતા કરતા નહીં. હું નાસી છૂટયો છું અને સહીસલામત છું. પણ મને ફરી મળવાની આશા ન રાખતા. હું ફરી તમારી આગળ છતો થવા હિંમત કરી શકીશ નહિ. તમે હવે તમારા સુંદર વતન તરફ પાછા ફરજો; મારે તો મારા વહાલા વતન આઇસલૅન્ડમાં જ રહેવાનું

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434