________________
૩૮૮
આત્મ-બલિદાન હા, હા, તે મારી જ છે – જીવનમાં અને મૃત્યુમાં પણ! તે ગમે ત્યાં ભૂલી ભટકશે, પણ છેવટે તેને મારી પાસે જ આવવું પડશે – આવવું જ પડશે.”
તો પછી ભાઈ સન-લૉસ, તે હજુ તમને વહાલાં છે, ખરું?”
“કોઈ કોઈ વખત તો મને એવું લાગે છે કે, તે મને પહેલાં કદી ન હતી તેટલી વહાલી છે. હવે તો હું આંધળો બન્યો છું, પણ હું તેને હંમેશ મારી પાસે જ જોઉં છું! કદાચ એ સ્વપ્ન હશે, બેવકૂફી જ હશે !”
“પણ એ સ્વપ્ન કદાચ સાચું પડે તો?” જેસને પૂછવું.
એ વસ્તુ બને તેવી જ નથી. છતાં તે ક્યાં છે? તેનું શું થયું છે? તે એના બાપુ પાસે છે? તે શું કરે છે? તને કશી ખબર છે, ભાઈ?”
તમને થોડા જ વખતમાં એ બધા સમાચાર મળશે. કાલે તમે અહીંની ભલી ઘર-કારભારણ બાઈને કહેજો, એટલે તે તમને તેની પાસે લઈ જશે.”
“પણ તું જ મને કેમ તેની પાસે નહીં લઈ જાય?”
“કારણ કે, તમે પાછા આવે ત્યાં સુધી મારે અહીં જ રહેવાનું છે.”
શું? મારી જગાએ તું અહીં જેલમાં રહેશે?” હા.”
મારી જગાએ બંધક-જામીન તરીકે? હૈ? બેલી નાખ, ભાઈ !”
“પણ એમાં શો વાંધો છે?” “પણ ખરે જ, તું સાચા દિલથી એમ કરવા માગે છે?” “મારા પૂરા દિલથી હું તેમ કરવાને છું, વળી.”