Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 411
________________ ૩૮૬ આત્મ-બલિદાન ભૂલી જઈ એ પોકાર્યા કરે છે કે “બેટા સન-લૉસ! દોડી આવ! દોડી આવ! ઉતાવળ કર! હવે બહુ વખત નથી!” હાય!” માઇકેલ સન-લોકસ કરુણ કંદન કરી ઊઠયો; “આ અંધાપો! આ કેદ! એક દિવસ પણ મને કોઈ ત્યાં જવા દે, તો હું મારી આખી જિંદગી નોછાવર કરું! એક જ દિવસ! એક જ દિવસ!” જૈસનથી પણ પોતે ખામુખા ઊભી કરેલી સન-લૉકસની આ વેદના જોઈ શકાતી નહોતી. પણ તેને પોતાની યોજના પાર પાડવી હતી; એટલે થોડી વાર ચૂપ રહી તેણે આશ્વાસન આપતાં કહ્યું, “તમને ભાઈ એક દિવસ છૂટી મળી શકે તેમ છે; અને તમે ભલે અંધ હો, તો પણ તમને દોરીને લઈ જનાર પણ તૈયાર છે ! ખરું કહું છું. મેં બધી ગોઠવણ કરી લીધી છે. તમે કાલે સવારે જ આ સ્થળ છોડી શકશો.” એ શબ્દો સાંભળતાં જ માઇકેલ સન-લૉસ હર્ષનો પોકાર કરી ઊઠયો. પણ પછી થોડો વિચાર કરીને બોલ્યો, “પણ મારાથી આ ભલા પાદરીને દગો ન દઈ શકાય.” તે બહુ ભલા માણસ છે; તે તમને એક દિવસ જવા દેવા કબૂલ થયા છે.” પણ તેમને ચેતવણી મળી ચૂકી છે કે, ગમે તે ઘડીએ મને હાજર કરવાનો અને સોંપી દેવાનો હુકમ તેમને મળશે. એ ભલા પાદરીએ આ કેદખાનું પણ મને ઘર જેવું કરી આપ્યું છે, હું મારા જાન બચાવવા પણ તેમને આંચ આવે એવું કશું ન કરું.” તેમને ખાતરી છે કે, અહીં તમારે મોતના મોંમાં પાછા ફરવાનું હશે તો પણ તમે પાછા આવ્યા વિના નહીં રહો.” જૈસને કહ્યું. તો હું એ ભલા બાપજીનો આભાર માની આવું.” સનલૉકસ બારણા તરફ જતો જતો બોલ્યો.

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434