Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

View full book text
Previous | Next

Page 409
________________ ૩૮૪ આત્મ-બલિદાન તો પછી તમે તમારા કમરામાં ચાલ્યા જાઓ; અને સવારના પહોરમાં જહાજનો ઘંટ સંભળાય ત્યાં લગી કમરાની બહાર નીકળતા નહીં. કાલે સવારે તમે કેદીની ઓરડી તરફ આવશો, ત્યારે હું તમારા હાથમાં આ ચાવી પાછી મૂકી દઈશ. પણ ફરીથી મને કહો, તમને મારા ઉપર પૂરો વિશ્વાસ છે?” હા, હા.” “તમને એવી ખાતરી પડે છે કે, આ યોજનાનું જે કંઈ પરિણામ આવે તે હું વેઠી લઈશ, અને તમને કશી આંચ આવવા નહીં દઉં?” મને ખાતરી છે કે તે આપેલી બાંહેધરી તું બરાબર પાર પાડશે. " જેસન કેદીના કમરાનું બારણું ઉઘાડીને અંદર દાખલ થયો. અંદર તદ્દન અંધારું હતું – સિવાય કે, એક ખૂણામાં સૂકી લીલ બળતી હતી તેનું રાતું અજવાળું પડતું હતું. તેની પાસે માઇકેલ સન-લોકસ નીચું મોં કરીને બેઠો હતો. તેણે તાળામાં ચાવી ફરવાનો અવાજ સાંભળીને જ પૂછ્યું, તમે છો, સર સિમ્ફસ?” “ના.” જેસને કહ્યું. “તો કોણ છો?” એક મિત્ર.” માઇકેલ સન-લૉકસે જાણે નજરે જોવું હોય તેમ પોતાની અંધ આંખો આગંતુક તરફ ફેરવી. “એ અવાજ કોનો છે?” માઇકેલ સન-લૉસે પૂછયું. તમારા ભાઈનો.” જેસને જવાબ આપ્યો. સન-લૉસ એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો, “જેસન?” “હા, જે સન.”

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434