Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 412
________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ.... ૩૮૭ પણ જેસન વચ્ચે આવીને ઊભો રહ્યો. તેણે કહ્યું, “રમે ભલા પાદરીને આપણા સાહસમાં જન્મેવાર બનાવવા ન જોઈએ. મેં તેમને જણાવવાનું જરૂરી હતું તેટલું જણાવી દીધું છે; અને તેમને પૂરો સંતોષ થયો છે. આપણે જે કરવાના છીએ તે થઈ ચૂકે ત્યાં સુધી તે એ બધાથી અણજાણ રહે એ જ સારું છે. કારણ કે, પછી કંઈ અણધાર્યું બને, તો પણ તેમને માથે કશી જવાબદારી ન આવે.” “પણ હું પાછો અચૂક આવીશ જ.” સન-લૉકસ બોલ્યો. “હા, હા; પણ સાંભળો – આવતી કાલે સવારે પિ ફાટતા પહેલાં બે કલાક અગાઉ તમારે કિનારે પહોંચી જવાનું છે. ત્યાં નાના ધક્કા પાસે એક નાની હોડી ઊભી હશે, અને થોડે દૂર દરિયામાં એક માછી-જહાજ તૈયાર હશે. અહીં ઘર-કારભારણ તરીકે કામ કરતી ભલી બાઈ તમને ત્યાં દોરી જશે ...” તે બાઈ જ શા માટે મને દોરી જશે?” જેસન એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં કંઈક વિચારમાં પડી ગયો. તેણે પૂછયું, “એ બાઈ સામે તમારે કંઈ વાંધો છે, ભાઈ?” ના, ના, વાંધો તો શો હોય? બહુ ભલી બાઈ છે – દુઃખિયારી છે; તેનો પતિ ગુજરી જતાં બિચારી જીવનમાં આનંદ અને આશા વિનાની બની ગઈ છે. બહુ ભલી-ભેળી છે, મોંએ કશું બોલતી નથી; પણ તેનો અવાજ દૂરથી સાંભળતાં મારા કોઈ નિકટના સ્વજનની યાદ આવે છે, જે એક વખત મને બહુ વહાલું હતું.”. તો તે સ્વજન હવે તમને વહાલું રહ્યું નથી?” ભગવાન જાણે; હું કશે જવાબ આપી શકું તેમ નથી. તેણે મારા જીવનમાં તેમજ તારા જીવનમાં હોનારત સરજી મૂકી છે – પોતાની જાત મારા વૈભવને તેણે વેચી દીધી અને તને આપેલું વચન ફોક કરી દીધું.” એ બધું તો પતી ગયું ભાઈ! હું તો એ બધું કયારનું ભૂલી પણ ગયો છું: ભાભી હંમેશને માટે તમારી જ છે.”

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434