Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 414
________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ... ૩૮૯ સન-લૉકસે ધીમે ધીમે પોતાના હાથ લાંબા કર્યા. જ્યારે તેના હાથ જૈસનને અડક્યા, ત્યારે તે તરત તેને ગળે વળગીને સકાં ભરવા લાગ્યો. જેસન, જેસન, આ તો માત્ર ભાઈ કરે તે કરતાંય ઘણું વધારે છે; તું કેવું જોખમ ખેડે છે તેનો તને ખ્યાલ નથી પણ મને બરાબર ખ્યાલ છે. એટલે મારે તારાથી એ છુપાવવું ન જોઈએગમે તે ઘડીએ – ગમે તે ક્ષણે દરિયામાં ઊભેલા જહાજને હુકમ મળશે કે મને તત્સણ ઠાર કરવો. હવે ધાર કે, હું મારા વહાલા બાપુને મળવા ચાલ્યો ગયો હોઉં, અને મારી ગેરહાજરીમાં જ એ હુકમ આવે, તો પછી તારું શું?” “અહીં જ હોઈશ, વળી!” જેસને સીધોસાદો જવાબ આપી દીધો. બહાદુર જુવાન, તું શું બોલે છે? તું તારે માટે વિચાર ન કરી શકતો હોય, તો મારે માટે તો કર. મેં જે કહ્યું તેવું કાંઈ બને, તો પછી જીવનભર હું એક ક્ષણ પણ સુખી રહી શકે ખરો? ના, ના; કદી નહિ. ભલે મને મારી આંખોનું નૂર પાછું મળે – મારું પદ પાછું મળે – મારાં સગાં-મિત્રો પાછાં મળે – અને હું સો વર્ષ જીવું, તોપણ!” પણ તમે પાછા આવશો જ, પછી શું?” પણ હું કદાચ પાછો ન પણ આવી શકું! આ ટાપુ અને મુખ્ય ભૂમિ વચ્ચે પાંત્રીસ માઈલનો સાગર પડયો છે, તેમાં ગમે ત્યારે બરફ જામી જાય કે દરિયાઈ તોફાન આવી ચડે. આવા પ્રદેશમાં પાછા આવવા એકે એક દિવસનો હિસાબ ગણનારો કાં તો મૂર્ખ હેવો જોઈએ કે ધૂર્ત. પણ હું એ બેમાંનો એકેય નથી – એટલે હું તને એવી ખાતરી આપી શકતો નથી કે હું ધારેલે સમયે પાછો આવી શકીશ.”

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434