________________
૩૯૦
આત્મ-લિદાન
ભલા પાદરીનું માં એકદમ પડી ગયું. તે મહાપરાણે બોલ્યા,
“તો તું જૉર્ગન જૉર્ગન્સન પાસેથી આવ્યો છું કે શું?”
""
' ના.
CC
તો કોની પાસેથી આવ્યો છે?”
“ મારાં ભાભી પાસેથી આવ્યો છું.”
66
તારી ભાભી? માઇકેલ સન-લૉક્સની પત્ની ?”
66
હા, હા; ભાઈએ તમને કદી તેમને વિષે વાત નથી કરી ?'
66
હા; વાત તો કરી છે; પણ પેાતાને નઠોરપણે દગા દેનાર બેવફા પત્ની તરીકે, તથા પોતે જેને અંતરથી ધિક્કારે છે એવી સ્ત્રી તરીકે તેને ઓળખાવી છે.”
“એ ખરું હશે બાપજી; પણ મરવા પડેલા અને પસ્તાતા મનખ ઉપર એવા બધા રોષ રાખવા ન છાજે, '
66
તો શું તે મરવા પડી છે?”
“હા, બાપજી; તે ક્ષમા-યાચના કરી કરીને ટળવળ્યા કરે છે, અને મારા ભાઈની માફી તેમને નહિ મળે, ત્યાં સુધી તે શાંતિથી મરી શકશે નહિ.”
“ બિચારી ! ભલી દીકરી !''
“ ભાભીના ગમે તેટલા દેાષ હાય, પણ ભાઈએ તેમની આખરી ઘડીએ એટલી દયા તો દાખવવી જ જોઈએ.'
66
ભલા ભગવાન !” એટલું બોલીને પાદરી ભગવાનને યાદ કરવા લાગી ગયા.
tr
""
ભાભી અત્યારે એકલાં વેદનામાં તરફડે છે; કોઈ તેમની મદદમાં નથી કે કોઈ તેમના ઉપર દયા લાવનાર નથી.”
“તે કયાં છે?” પાદરીએ પૂછ્યું.
“હુસાવિકમાં. ” જૅસને જવાબ આપ્યો.
પણ તેણે મને શા સંદેશા કહાવ્યો છે?”
66