Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 404
________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ... આ ધ કલાક બાદ, દિવસ પૂરો થયો અને ઘરમાં મીણબત્તીઓ પટાવવામાં આવી. પોતાના કમરામાં એકલા બેઠેલા પાદરી પાસે ગ્રીબા દોડી ગઈ અને કહેવા લાગી, “કોઈ અજાણ્યો માણસ બહાર આવ્યો છે, તે તમને મળવા માગે છે.” ભલા સિક્સે પોતાનાં ચશમાં પુસ્તક ઉપર મૂકી દીધાં અને ગ્રીબાને કહ્યું, “એ અજાણયાને અંદર આવવા દો.” તરત જ જૈસન અંદર દાખલ થયો. તેણે નમન કરીને કહ્યું, “સર સિસ, મારી મા તમારું નામ આભાર અને આંસુ સાથે યાદ કરતી તે વખતથી તમારું શુભ નામ હું જાણું છું.” “તારી માનું નામ શું હતું, બેટા?” “ રાશેલ; જૉર્ગનની પુત્રી અને સ્ટિફન ઓરીની પત્ની.” “તો તારું નામ જેસન હોવું જોઈએ, ખરું ને?” હા, બાપજી.” “દીકરા, મારા ભલા દીકરા,” એમ બોલતા એ ભલા પાદરી ઊડ્યા અને જૈસનના બંને હાથ પકડી લઈને બોલ્યા, “મને તારી બધી યાદ આવે છે. તારો ભાઈ પણ મારે ત્યાં છે. ચાલ, હું તને તેની પાસે લઈ જાઉં!” થોભે,” જેસન બોલ્યો; “પહેલાં મારા ભાઈને લગતો એક સંદેશ તમે સાંભળી લો.”

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434